17 બેડરૂમ, થિએટર, હેલિપેડ, નાઇટ ક્લબ ધરાવતી માલ્યાની ફ્રાન્સની હવેલી વેચાશે

PC: ndtvimg.com

શરાબ અને શબાબના શોખીન વિજય માલ્યા ફરી એક વખત તેની સંપત્તિને લઈને ચર્ચામાં છે. તેણે ફ્રાંસમાં વર્ષ 2008માં એક હવેલી લીધી હતી. જેનું નામ 'લ ગૉ જાદાં' હતું. રૂ. 140 કરોડનો ખર્ચો કર્યા બાદ આ હવેલી નાઈટ ક્લબ હવેલીથી ઓળખાતી હતી. આ હવેલીમાં 17 બેડરૂમ, એક સિનેમા હોલ, પ્રાયવેટ હેલિપેડ અને એક નાઈટક્લબ છે. દેવું ચૂકવવાના પૈસા નથી તેથી તેની સામે બેન્કોએ કેસ કર્યા છે. આ હવેલીને લઈને એક એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ હવેલીની સ્થિતિ વધુ ખરાબ થાય એ માટે કોઈ પ્રકારનું સમારકામ કરાવવામાં આવ્યું નથી.

વિજય માલ્યાએ પોતાની કંપની ગિજ્મો ઈન્વેસ્ટ SA અંતર્ગત વર્ષ 2008માં 'લ ગૉ જાદાં' નામની હવેલી ખરીદી હતી. જે માટે તેમણે કતર નેશનલ બેન્કની એક શાખામાંથી લોન અંતર્ગત 3 કરોડ ડૉલરનો ખર્યો કર્યો હતો. આ બેન્કે લંડન હાઈકોર્ટમાં સ્પષ્ટતા કરી કે, માલ્યાની કંપની લોનની કોઈ ભરપાઈ કરી શકી નથી. બેન્કે માંગ કરી હતી કે,કોર્ટ માલ્યાને પોતાનું સુપરયોટ વેચવા માટે આદેશ આપે. જે હજું એમની પાસે સાઉથ ઈગ્લેન્ડમાં છે. રૂ.26 કરોડની લોન સિક્યુરિટીના રૂપે આ બોટને ગીરવી રાખવામાં આવી હતી. બેન્કના વકીલ કોર્ટને જણાવ્યું કે, સપ્ટેમ્બર 2015 સુધી જ્યાર તેને લોન લીધી હતી ત્યારે બ્રિટિશ કંપની ડાયાજિયો PLCએ 110 કરોડ ડૉલર અને ભારતીય બેન્કે આશરે રૂ.9 હજાર કરોડનો દાવો માંડ્યો હતો. એ સમયે પણ એમની પાસે ફ્રેન્ચ ટાપુ સેન્ટ માગ્યુરિટમાં 1.3 હેક્ટરની પ્રોપર્ટી હતી.

relates to Ex-Billionaire Let French Mansion Rot, Lender Charges

જ્યારે માલ્યાએ લોન અંગે બેન્ક પાસે વાત કરી ત્યારે બેન્કે તેની સંપત્તિની તપાસ કરાવી હતી. જેની સ્થિતિ સારી ન હતી. જે સંપત્તિની કિંમત તેના વાસ્તવિક મુલ્ય કરતા ઘટી ગઈ હતી. જેમાં રંગરોગાન પણ બાકી છે. માલ્યા કે કતર નેશનલ બેન્કે આ મુદ્દે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. માલ્યા તરફથી કોઈ વકીલે પણ આ મુદ્દે કોર્ટ લક્ષી પ્રક્રિયાનો જવાબ આપ્યો નથી. ક્રુ મેમ્બર્સને પગાર ન અપાતા વર્ષ 2018માં વીમા કંપનીએ આ બોટ જપ્ત કરી લીધી હતી. હવે હવેલી પણ એના હાથમાંથી સરકી રહી છે. વર્ષ 2017માં ભારતમાંથી ભાગેડું સાબિત થયેલા વિજય માલ્યાની લંડનમાં ધરપકડ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp