નિર્દયી પિતાએ ભૂખી બાળકીઓને દૂધની જગ્યા પર પીવડાવ્યો દારૂ અને પછી...

PC: dailymail.co.u

માતા-પિતા માટે તેમના બાળકો જ સર્વસ્વ હોય છે પરંતુ એક પિતાએ તેની બે બાળકીઓને ભૂખ લાગતા દારૂ પીવાડાવીને મોતના મુખ સુધી પહોંચાડી દીધી હતી. બાળકીઓને સમયસર હોસ્પિટલ લઈ હતા બંનેનો જીવ બચી ગયો હતો. આ ઘટના યુક્રેનના ખેરસનની છે.

એક રિપોર્ટ અનુસાર યુક્રેનમાં ખેરસનમાં મીકોલા નામનો વ્યક્તિ તેની પત્ની અને બાળકીઓની સાથે રહે છે. મીકોલાની પત્ની યુક્રેનના કોઈ બીજા ભાગમાં કામ કરવા માટે જતી હોવાના કારણે બંને બાળકીઓને સંભાળવાની જવાબદારી મીકોલાની હોય છે પરંતુ મીકોલાની એક ભૂલના કારણે બંને બાળકીઓનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો અને બાળકીઓ મોતના મુખ સુધી પહોંચી ગઈ હતી.

3 ઓક્ટોબરના રોજ જ્યારે મીકોલાની દીકરીઓને ભૂખ લાગતા પિતા પાસેથી દીકરીઓએ ખાવાની વસ્તુ માંગતા ઘરમાં દૂધ ન હતું, તેથી મીકોલાએ વાઈનની બોટલ દીકરીઓને પકડાવી દીધી હતી. દીકરીઓને વાઈનથી અજાણ હોવાના કારણે તે વાઈન પી ગઈ હતી. વાઈન પીવાના કારણે થોડી વાર પછી બંને બાળકીઓને આલ્કોહોલ પોઈઝનિંગની અસર થઇ હતી અને બાળકીઓ ઘરની બહાર રમતા સમયે લથડીયા ખાતી ખાતી બેભાન થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ મીકોલાને થતા તેને બંને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલમાં સમયસર સારવાર મળી રહેવાના કારણે બંને બાળકીઓની હાલતમાં સુધારો થયો હતો. તો બીજી તરફ આ વાતની જાણ પોલીસને થતા પોલીસે મીકોલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp