ચાલુ સંસદમાં MPએ ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, વીડિયોમાં જુઓ શું મળ્યો જવાબ

PC: dailymail.co.uk

સંસદમાં સત્ર દરમિયાન અજીબો-ગરીબ કિસ્સા બનતા રહે છે. ક્યારેક કોઈ પોતાના મોબાઈલ સાથે બિઝી દેખાય છે તો ક્યારેક કોઈકને ઊંઘ આવી જાય છે. પરંતુ આ બધા કરતા પણ એક ડગલું આગળ છે વિદેશોના પાર્લામેન્ટ હાઉસ. ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સંસદ સત્ર દરમિયાન મજેદાર કિસ્સો બનતા હોય છે. જેવું કે ઈટલીમાં સંસદ સત્ર દરમિયાન થયું. ઈટલીના ફાયનાન્સ મિનિસ્ટર સંસદમાં ભૂકંપ પર ભાષણ આપી રહ્યા હતા, પરંતુ વચમાં જ તેમણે એવી વાત કહી, જેને સાંભળ્યા બાદ ત્યાં હાજર દરેક વ્યક્તિ હસવા માંડી.

એક રિપોર્ટ અનુસાર, ઈટલીના આ MPએ પાર્લામેન્ટમાં ચાલી રહેલી ડિબેટ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેમણે માત્ર બોલીને પોતાનો પ્રેમનો એકરાર નહોતો કર્યો, પરંતુ તેઓ સંસદમાં એક વીંટી લઈને પહોંચ્યા હતા, જેને બતાવીને તેમણે કહ્યું, મારી સાથે લગ્ન કરીશ?

ઈટલીના આ 33 વર્ષીય MPનું નામ ફ્લૈવિયો ડી મુરો છે, જે સંસદમાં 2016માં ઈટલીના કેટલાક ક્ષેત્રોમાં આવેલા ભૂકંપના કારણે થયેલા નુકસાન અંગે વાતો કરી રહ્યા હતા. દરમિયાન તેમણે ફ્લૈવિટો ટેબલની નીચેથી એક વીંટી કાઢી અને પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું, એલિસા, મારી સાથે લગ્ન કરીશ? આ સાંભળીને સંસદમાં હાજર દરેક વ્યક્તિ તાળી પાડવા માંડ્યા. રિપોર્ટ અનુસાર, આ વીડિયો જોયા બાદ ફ્લૈવિયોની ગર્લફ્રેન્ડે તેમને હાંમાં જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp