પાળતુ શ્વાનના ચાટવાને કારણે વ્યક્તિનું મોત, ડૉક્ટરો પણ ચોંકી ગયા

PC: gstatic.com

શ્વાનના ચાટવાને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. શ્વાનના ચાટવાને કારણે 63 વર્ષનો જર્મનીનો એક વ્ચક્તિ બીમાર પડી ગયો હતો. આ મામલાને જર્મનીના બર્લિનના Rote Kreuz Krankenhaus હોસ્પિટલના ડૉક્ટરોએ એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત કર્યો છે.

યૂરોપિય જર્નલ ઓફ કેસ રિપોર્ટ્સ ઈન ઈન્ટર્નલ મેડિસિનમાં આ મામલાને પ્રકાશિત કરવામાં આવ્યો છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, શ્વાનના ચાટવાથી થોડાક સમય પહેલા વ્યક્તિ સ્વસ્થ હતો. પણ શ્વાનના ચાટ્યા બાદ તે વધારે બીમાર પડી ગયો હતો. તે વ્યક્તિ 2 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યો, ત્યારબાદ તેની મોત થઈ ગઈ.

બીમાર થયા પછી તે વ્યક્તિને સતત 106°F તાવ રહેતો હતો અને તે ગેંગરીન અને Pneumoniaથી પીડિત થઈ ગયો હતો. તે વ્યક્તિ જે બેક્ટેરિયાને કારણે સંક્રમિત થયો હતો તેનું નામ છે- Capnocytophaga canimorsus.

સામાન્ય રીતે આ બેક્ટેરિયા પ્રાણીઓના કરડ્યા પછી ફેલાય છે. શરૂઆતમાં જ્યારે તે વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચ્યો તો તેને તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

પણ જેવી સારવાર શરૂ કરવામાં આવી તેની બીમારી પણ વધતી ગઈ. તેની તબિયત સતત ખરાબ થતી ગઈ અને છેલ્લે તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પીડિત વ્યક્તિના ચહેરા પર રૈશેજ થઈ ગયા હતાં. અને શરીરમાં ખૂબ જ પીડા થઈ રહી હતી. અંતે તેની કિડની અને લીવરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર પછી તેની સ્કીન પણ સડવા લાગી હતી. તેને કાર્ડિઆક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો.

ડૉક્ટરો પણ આ વાતથી હેરાન થઈ ગયા કે શ્વાનના ચાટવા માત્રથી એક વ્યક્તિને આટલો ખતરનાક ઈન્ફેક્શન કઈ રીતે થઈ શકે. જ્યારે ચાટવાને કારણે ઘણાં ઓછા બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે.

નેધરલેન્ડની એક સ્ટડી અનુસાર, 15 લાખ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિએ આવી સ્થિતિનો સામનો કરવો પડે છે. 28 થી 30 ટકા મામલાઓમાં પીડિતની મોત થઈ જાય છે.

સામાન્ય રીતે કમજોર ઈમ્યૂન સિસ્ટમવાળા લોકો જ આ રીતના બેક્ટેરિયાના સંપર્કમાં આવી જવાને કારણે બીમાર પડે છે. પણ હવે એવું લાગી રહ્યું છે કે સ્વસ્થ લોકો પણ આનો શિકાર બની શકે છે.

Naomi Mader નામના ડૉક્ટરની એક ટીમે કહ્યું કે, જો પાળતુ શ્વાન રાખનારા લોકોને તાવ જેવા લક્ષણો દેખાય તો તેમણે તરત જ મેડિકલ હેલ્પ લેવી જોઈએ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp