JNU પાસઆઉટ અભિજીત બેનર્જીને મળ્યું અર્થશાસ્ત્રનું નોબલ પુરસ્કાર

PC: hindustantimes.com

2019નું ઈકોનોમિક્સના નોબેલ ભારતીય મૂળના અભિજીત બેનર્જી, તેમની પત્ની એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને આપવામાં આવ્યું છે. આ અગાઉ 1998માં અમર્ત્ય સેનને ઈકોનોમિક્સનું નોબેલ આપવામાં આવ્યું હતું. અભિજીત, એસ્થર અને માઈકલને વૈશ્વિક ગરીબી ઓછી કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યું છે.

અભિજીત બેનર્જી અમેરિકામાં મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. બેનર્જીએ સંયુક્તરીતે અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબની સ્થાપના કરી હતી. અભિજીતનો જન્મ 21 ફેબ્રુઆરી, 1961માં કોલકાતામાં થયો હતો. તેમની માતા નિર્મલા બેનર્જી કોલકાતાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશિયલ સાઈન્સિસમાં પ્રોફેસર હતા. પિતા દીપક બેનર્જી પ્રેસીડન્સી કોલેજમાં ઈકોનોમિક્સના પ્રોફેસર હતા.

અભિજીત બેનર્જીએ સ્કૂલિંગ કોલકાતાના સાઉથ પોઈન્ટ સ્કૂલમાં કર્યું હતું. પછી ગ્રેજ્યુએશન કોલકાતાની પ્રેસીડન્સી કોલેજમાં કર્યું. ત્યારબાદ 1983માં ઈકોનોમિક્સમાં એમ.એ. જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાંથી કર્યું. ત્યારબાદ 1988માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી Ph.D.ની ડિગ્રી મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp