પાકિસ્તાનને સમર્થન કરવું મલેશિયાને પડશે મોંઘું, ભારતે કરી લીધી છે આ તૈયારી

PC: bangladesh.com

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી મલેશિયાની સરકારને પાકિસ્તાનને ટેકો આપવાનું ભારે પડી શકે છે. ભારત સરકાર મલેશિયા સામે વ્યાપારીક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સમાચાર એજન્સી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર મલેશિયાથી આયાત થતાં પામ ઓઇલ સહિતની અન્ય ચીજો પર પ્રતિબંધ લગાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરતી વખતે મલેશિયાએ ભારતની કાર્યવાહીને અયોગ્ય ગણાવી હતી. ભારતે આ મામલે મલેશિયા સરકારને કડક સંદેશ પણ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ ભારતમાં ખાદ્યઓઇલના વપરાશના લગભગ બે તૃતીયાંશ પામઓઇલનો હિસ્સો છે. ભારત દર વર્ષે મલેશિયા, આર્જેન્ટિના, યુક્રેન અને ઇન્ડોનેશિયાથી 9 મિલિયન ટન પામ ઓઇલની આયાત કરે છે. 2019 ના પહેલા નવ મહિનામાં ભારતે મલેશિયાથી મહત્તમ 39 લાખ ટન ઓઇલની આયાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત બહુ જલ્દીથી મલેશિયાથી આયાત કરેલા પામ ઓઇલ પર પ્રતિબંધ લગાવી શકે છે.

પામઓઇલની આયાત પર પ્રતિબંધ સંબંધિત અહેવાલો પછી મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે કહ્યું કે તેમને ભારત તરફથી આવી કોઈ માહિતી મળી નથી. પામ ઓઇલ વેચતા એક વેપારીએ કહ્યું કે મલેશિયાથી પામ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે તો પણ ભારતમાં કોઈ ફરક નહીં પડે. બીજી તરફ, ઇન્ડોનેશિયા લાંબા સમયથી ઇચ્છે છે કે ભારતે તેમની પાસેથી પામઓઇલની આયાત વધારીને તેના બદલે ખાંડની નિકાસ કરવી જોઈએ.

યુએન જનરલ એસેમ્બલીમાં મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાં મામલે ભારતનું આક્રમણ ગણાવ્યું હતું. આ સાથે મહાથિરે ભારત અને પાકિસ્તાનને પણ આ મુદ્દે વાત કરવાની સલાહ આપી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp