IMFના મતે PM મોદીના આત્મનિર્ભર અભિયાને આપ્યો ભારતની અર્થવ્યવસ્થાને ટેકો

PC: jakpost.net

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે PM મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનના વખાણ કર્યા છે. IMF નું કહેવું છે કે આ હેઠળ જે આર્થિક પેકેજ આપવામાં આવ્યું છે, તેનાથી ભારતની આર્થિક વ્યવસ્થાને ઘણો ટેકો મળ્યો છે. રિપોર્ટ્સ મુજબ IMF ના ડાયરેક્ટર ગેરી રાઈસે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જે આર્થિક પેકેજનું કોરોના સંકટ આવ્યા પછી જાહેરાત કરવામાં આવી છે, તેણે ભારતીય અર્થવ્યસ્થાને ઘણી રાહત આપી છે અને અર્થવ્યવસ્થાને તૂટતા બચાવી છે. માટે અમને લાગે છે કે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

PM મોદીએ કોરાના સંકટની મહામારીની વચ્ચે ભારતની અર્થ વ્યવસ્થાને સુધારવા માટે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજને આત્મનિર્ભર ભારત અભિયાન નામ આપ્યું છે. PM મોદીનું કહેવું છે કે, આ મોટા રાહત પેકેજથી ભારતના લોકોને કામકાજ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોશિશ કરવામાં આવશે કે આગામી કેટલાક વર્ષોમાં ભારત પોતાની જરૂરિયાતની કેટલીક વસ્તુઓ માટે આત્મનિર્ભર બની જાય.

IMFના ડાયરેક્ટર ગેરી રાઈસે કહ્યું હતું કે, આગળની વાત કરીએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહેશે. એવી નીતિઓ અપનાવવી પડશે જેથી અર્થવ્યવસ્થાની કાર્યક્ષમતા અને પ્રતિસ્પર્ધાત્મકતામાં વધારો થાય. ભારતે જો મેક ફોર વર્લ્ડ લક્ષ્યને હાંસિલ કરવો હશે તો પ્રાથમિકતા એવી નીતિઓ પર રાખવી પડશે જેનાથી ભારત ગ્લોબલ વેલ્યુ ચેન તરફ એકીકૃત થઈ શકે. વેપાર, રોકાણ અને ટેક્નોલોજી દ્વારા.

તેણે વધુમાં કહ્યું હતું કે, ભારતના નીતિ આયોગ અને નાણાકીય મંત્રાલયની સાથે IMF નો સંયુક્ત અભ્યાસ એ બતાવે છે કે સ્વાસ્થ સંબંધી સતત વિકાસના લક્ષ્યને હાંસિલ કરવા માટે ભારતે ધીરે ધીરે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પાતાનો કુલ ખર્ચો વધારવો પડશે.

આત્મનિર્ભર ભારત અભિયાનમાં મોદી સરકારે લોકોને વિદેશી પ્રોડક્ટ્સને બદલે દેશના લોકો અથવા દેશની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ વાપરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેની અસર પણ જોવા મળી રહી છે. આપણા દેશમાં મોટા ભાગની વસ્તુઓ ચીનમાંથી આયાત કરવામાં આવતી હતી પરંતુ મોદી સરકારની આ પહેલા દ્વારા તેમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે અને અહીંની લોકોલ કંપનીઓ પણ તેના જેવી જ પ્રોડક્ટ્સ બનાવી આપવા માટે સજ્જ થયેલી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp