આ દેશમાં ટ્રાવેલ હિસ્ટ્રી કે બીમારી છૂપાવવા બદલ રૂ.1 કરોડનો દંડ

PC: straitstimes.com

સમગ્ર દેશમાં લોકડાઉન છે અને મોટાભાગના પરિવારો ઘરમાં છે. વિશ્વના જુદા જુદા 180 દેશમાં શાળા-કૉલેજ બંધ છે. જ્યારે 87 ટકા વાયરસથી અસરગ્રસ્ત છે. પોલીસ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. પરંતુ, સાઉદી રાષ્ટ્રમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ.1 કરોડના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વિશ્વના બીજા કોઈ રાષ્ટ્રમાં આટલી મોટી દંડની રકમ હજુ સુધી જોવા મળી નથી. ઓસ્ટ્રેલિયામાં કેટલીક જગ્યાએ રૂ.23 લાખના દંડની જાહેરાત કરવામાં આવી છે.

ઈટાલી શહેરમાં કારણ વગર આંટો મારવા નીકળ્યા તો અઢી રૂપિયાનો દંડ છે. જ્યારે લોમ્બાર્ડીમાં રૂ.4 લાખનો દંડ જાહેર કરાયો છે. જ્યાં 40 હજાર લોકોએ આ દંડ ભર્યો છે. જ્યારે હોંગકોંગ શહેરમાં ક્વોરેન્ટાઈનના નિયમનો ભંગ કરવા બદલ અઢી લાખ રૂપિયાનો દંડ અથવા 6 મહિનાના કારાવાસની સજા જાહેર કરવામાં આવી છે. રશિયાની સાંસદે એક એન્ટિ વાયરસ એક્ટ ઘડ્યો છે. આ એક્ટને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જેમાં ક્વોરેન્ટાઈનના નિયમ ભંગ કરવા સામે સાત વર્ષની કેદની સજા જાહેર કરવામાં આવી છે. જ્યારે મેક્સિકોના યુકાટન શહેરમાં બીમારીને છુપાવવા બદલ ત્રણ વર્ષની જેલની સજાનું એલાન કરવામાં આવ્યું છે.

જ્યારે પનામા શહેરમાં સ્ત્રીઓ અને પુરુષો એક સાથે બહાર નીકળી શકતા નથી. જુદા જુદા દિવસે તેઓ ઘરની બહાર નીકળી શકે છે. સ્ત્રોઓ સોમવારે, બુધવારે અને શુક્રવારે માત્ર 2 કલાક માટે ઘરની બહાર નીકળી શકે છે. કોલંબિયાના કેટલાક ભાગમાં નેશનલ આઈડી નંબરના આધારે ઘરની બહાર નીકળવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમ કે, જે વ્યક્તિના આઈડી નંબરના છેલ્લા અંક 0,7 કે 4 હોય તે સોમવારે ચોક્કસ સમય માટે બહાર નીકળી શકે છે. ઓસ્ટ્રેલિયા ચેક રિપબ્લિકમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવી દેવાયું છે. પેરું શહેરમાં કોરોના વાયરસને લઈને એક હોટ લાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ ખોટી માહિતી આપશે તો તેને રૂ.45 હજારનો દંડ ભરવો પડશે એવું એલાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp