એક વ્યક્તિએ 3 પોર્ન વેબસાઈટ્સ પર કર્યો કેસ, આ છે કારણ

PC: gstatic.com

ન્યુયોર્કમાં રહેતા એક બધિર વ્યક્તિએ ત્રણ પોર્ન વેબસાઈટ્સ વિરુદ્ધ વર્ગ ભેદભાવ કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. વ્યક્તિએ પોતાની અરજીમાં કહ્યું છે કે, સબટાઈટલ વિના આ વેબસાઈટ્સ પર ઉપલબ્ધ સામગ્રીનો તે સંપૂર્ણ આનંદ નથી ઉઠાવી શકતો.

બ્રુકલીન ફેડરલ કોર્ટમાં ગુરુવારે કરવામાં આવેલી અરજીમાં યારોસ્લાવ સુરિજ નામના વ્યક્તિએ પોર્નહબ, રેડટ્યૂબ અને યૂપોર્ન તથા તેની કેનેડાની મુખ્ય કંપની માઈંડગીક વિરુદ્ધ કેસ દાખલ કરીને કહ્યું છે કે, વેબસાઈટ્સ માલિકો અમેરિકન્સ વિથ ડિસએબિલિટી એક્ટ (વિકલાંગો માટે અમેરિકી કાયદો)નું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પહેલા પણ સુરિજ આ જ વાતને લઈને ફૉક્સ ન્યૂઝ વિરુદ્ધ કેસ દાખલ કરી ચુક્યા છે.

તેણે કહ્યું હતું કે, તે ઓક્ટોબર અને આ મહિને કેટલાક વીડિયો જોવા માગતો હતો, પરંતુ જોઈ ના શક્યો. સુરિજે 23 પાનાની પોતાની અરજીમાં લખ્યું છે, સબટાઈટલ વિના બધિકો અને એવા લોકો કે જેમને ઓછું સંભળાય છે, તેઓ વીડિયોનો પૂરેપૂરો આનંદ નથી ઉઠાવી શકતા, જ્યારે સામાન્ય લોકોને તેનો સંપૂર્ણ આનંદ મળે છે. સુરિજે કહ્યું કે, તે ઈચ્છે છે કે, પોર્ન વેબસાઈટ્સ સબટાઈટલ આપે. તેણે આ કંપનીઓ પાસે દંડની પણ વાત કરી છે. પોર્નહબના વાઈસ પ્રેસિડન્ટ કોરી પ્રાઈસે એક નિવેદનમાં કહ્યું છે કે, વેબસાઈટ પર સબટાઇટલવાળું પણ એક સેક્શન છે અને તેની લિંગ પણ તેને મોકલી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp