જો ચીન આવું કરત તો મહામારી બનતા પહેલા જ ખતમ થઇ ગયો હોત કોરોના

PC: ft.com

કોરોના વાયરસ મહામારીથી કદાચ બચી શકાયું હોત જો ચીને વાયરસ ફેલાવાના શરૂઆતી દિવસોમાં બાબતો છુપાવી ન હોત. અમેરિકન સંસદના ફોરેન અફેર્સ કમિટીની એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ જવાબદાર ગણવામાં આવ્યું છે.

ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયેલી રિપોર્ટ અનુસાર, અમેરિકન સંસદની કમિટીએ 96 પાનાની રિપોર્ટ તૈયાર કરી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની સત્તાકીય પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટીએ વાયરસથી જોડાયેલા પુરાવા અને ડેટાનો નાશ કરી દીધો. એટલું જ નહીં ચીને પોતાના દેશની સપ્લાઇ ચીનને યોગ્ય રાખવા માટે અમેરિકન કંપનીઓના નિકાસને પણ સીમિત કરી દીધી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની સક્રિયતાની સાથે સ્વાસ્થ્યથી જોડાયેલી જાણકારી છુપાવી, સાથે જ ડૉક્ટરો અને પત્રકારોના અવાજને પણ દબાવ્યો જેમણે દુનિયાને ચેતવણી આપવાની કોશિશ કરી હતી. તો રિપોર્ટમાં ચીનની સાથે WHOની મિલીભગતનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. માટે સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહેનમ ઘેબ્રિયેસુસના રાજીનામાની માગ પણ કરવામાં આવી છે.

અમેરિકન સંસદની ફોરેન અફેર્સની કમિટી પર ડેમોક્રેટિક સાંસદોનું નિયંત્રણ છે, પણ આ રિપોર્ટને રિપબ્લિકન સાંસદોએ લખી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ચીન વધુ પારદર્શી અને સક્રિય રહેતો તો 2019ના અંતમાં કોરોના શરૂ થયા પછી જ સંક્રમણને રોકી શકાયું હોત. તેનાથી લાખો લોકો બચી ગયા હોત.

જણાવી દઇએ કે, દુનિયામાં કોરોના વાયરસના કુલ મામલા 3.15 કરોડથી વધારે થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 9.7 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. અમેરિકા અને ભારત કોરોનાથી સૌથી વધારે કેસો સામે લડી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસો 55 લાખને પાર થઇ ગયા છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 101468 લોકોએ કોરોના વાયરસને માત આપી છે અને મહામારીને માત આપનારા લોકોની સંખ્યા લગભગ 45 લાખ થઇ ગઇ છે. તેની સાથે જ સ્વસ્થ થનારાઓની દર વધીને 80.86 ટકા થઇ ગઇ છે. મંત્રાલય અનુસાર કોરોના મહામારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 44,97,867 થઇ ગઇ છે અને તેમાંથી 79 ટકા લોકો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબથી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp