લેન્ડ કરતા સમયે જમીન સાથે વિમાનની ટક્કર, વાયુસેનાના 25 જવાનોના મોત

PC: telegraph.co.uk

પાછલા ઘણાં દિવસોમાં વિમાન ક્રેશના ઘણાં દર્દનાક મામલા સામે આવ્યા છે. થોડા મહિના પહેલા જ કેરળમાં એક વિમાન ક્રેશમાં ઘણાં લોકોના મોત થયા હતા. રનવે પરથી લપસી જતા વિમાન ખીણમાં પડ્યું હતું. અન્ય એક મામલો યુક્રેનમાંથી સામે આવ્યો છે. જ્યાં વાયુ સેનાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં 25 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના શુક્રવાર રાતની છે. પ્લેનમાં ક્રૂ સહિત ખરકીવ એયર ફોર્સ યુનિવર્સિટીના 25 કેડેટ્સ જવાન હતા, જ્યારે પ્લેન ટ્રેનિંગ ઉડાન પર હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં બચી ગયેલા 2 લોકોની સ્થિતિ ગંભીર છે.

યૂક્રેન વાયુ સેનાનું એંટોનો-26 એરક્રાફ્ટ ખરકીવમાં લેન્ડ કરતા સમયે જમીન સાથે અઠડાયું અને તેની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઇ. ત્યાર પછી અફરા તફરીની સ્થિતિ સર્જાઇ. દુર્ઘટના પછી પહોંચેલા અધિકારીઓએ આગ પર કાબૂ મેળવ્યો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરકીવ એયર ફોર્સ યુનિવર્સિટીથી કેડેટ્લને પ્લેન લઇને જઇ રહ્યું હતું.

ઈમરજન્સી મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે પ્લેન છૂયિયોમાં સેનાના એરપોર્ટથી લગભગ 2 કિલોમીટર નીચે આવી ગયું હતું. હાલમાં એ વાતની જાણ નથી થઇ કે જેનાથી કહી શકાય કે આ દુર્ઘટનાનો સંબંધ પૂર્વીય યૂક્રેનમાં સંઘર્ષથી જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે છૂયિયો સંઘર્ષ મોરચાથી 80 કિલોમીટર દૂર છે, જ્યાં સેના અને રશિયન સમર્થિક અલગાવવાદીઓ વચ્ચે લડાઇ થઇ રહી છે.

વાયુસેનાના 25 કેડેટ્સના મોત

ડેપ્યુટી ગૃહમંત્રી એંટોન ગેરાશોકેનકોએ જણાવ્યું કે, હમણા આ ઘટનાના કારણો અંગે જાણ કરવી મુશ્કેલ છે. આ મામલા અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખરકીવના ગવર્નર ઓલેક્સી કુચેરે કહ્યું કે, શરૂઆતી તપાસમાં જાણ થઇ છે કે એક પાયલટે દુર્ઘટના પહેલા એન્જિનમાં ખરાબી અંગે સૂચના આપી હતી.

વિમાનમાં 28 લોકો હતા સવાર

એંટોન ગેરાશેંકોએ જણાવ્યું કે, બે લોકોની સ્થિતિ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ટ્રાન્સપોર્ટ પ્લેનમાં 28 લોકો સવાર હતા. જેમાંથી 21 મિલિટ્રી કેડેટ્સ હતા અને જ્યારે 7 વિમાનના ક્રૂ મેમ્બર હતા. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેંસ્કીએ કહ્યું કે, તેઓ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે. રાષ્ટ્રપતિએ ફેસબુક પર લખ્યું કે, અમે દરેક પરિસ્થિતિઓ અને ત્રાસદીના કારણોની તપાસ માટે તત્કાલ એક સમિતિનું ગઠન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp