ગર્ભમાં જ બાળકોને સંસ્કારી બનાવશે યુનિવર્સિટી, 6 મહિનાનો કોર્સ

PC: gstatic.com

આ યૂનિવર્સિટી હવે માતાઓના ગર્ભાવસ્થા દરમ્યાન જ ગર્ભમાં ઉછરી રહેલા બાળકોને સંસ્કારી બનાવશે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલી છત્રપતિ શાહૂજી મહારાજ યૂનિવર્સિટી ગર્ભસ્થ શિશુઓને સંસ્કારી બનાવવા માટે માતાઓને યુક્તિઓ શીખવાડવાની શિક્ષા આપવામાં આવશે. પહેલી જાન્યુઆરીથી શરૂ થનારા આ કોર્સમાં ગર્ભસ્થ મહિલાઓની સાથે અવિવાહિત યુવતિઓને પણ પ્રવેશ આપવામાં આવશે.

છત્રપતિ શાહૂજી મહારાજ વિશ્વવિદ્યાલયના VC પ્રોફેસર નીલિમા ગુપ્તાએ કહ્યું કે, આજના સમયમાં આ મહત્ત્વપૂર્ણ વિષય અંગે કોઈ ધ્યાન આપી રહ્યું નથી. લોકોની જાગૃતતા માટે આ કોર્સ શરૂ કરી રહ્યા છે. આ કોર્સ 3 કે 6 મહિનાનો રહેશે. કોર્સ પૂરો થયા પછી સર્ટિફિકેટ આપવામાં આવશે. જોકે, પ્રવેશ માટે ગર્ભવતી મહિલાઓની સાથે સામાન્ય મહિલાઓ પણ અરજી કરી શકે છે. જેમાં 12માં ધોરણ પછી જ આરજી કરી શકાશે.

તેમણે જણાવ્યું કે, આવતા વર્ષે જાન્યુઆરીમાં કોર્સ શરૂ કરી દેવામાં આવશે. શરૂઆતમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેથી લોકોમાં જાગૃતતા વધશે. આ કોર્સ ગર્ભવતી મહિલાને તેના ભવિષ્યવને સારુ બનાવવા અને તેમને સંસ્કારી બનાવવા પ્રત્યે જાગૃત કરશે.

તેમણે કહ્યું કે, આ કોર્સમાં ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજના પ્રોફેસર ગેસ્ટ લેક્ચરર રહેશે. તેમના સિવાય પેરામેડિકલ સંસ્થાના શિક્ષકો પણ ભણાવશે. ગર્ભવતી મહિલાઓને ગર્ભમાં સંસ્કાર આપવાની તૈયારી છે. નવા વર્ષમાં ગર્ભ સંસ્કારનો અભ્યાસ શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp