મળો રાફેલ સ્ક્વોડની પહેલી મહિલા ફાયટર પાયલટ લેફનન્ટ શિવાંગીને

PC: cdn.cnn.com

દેશના સૌથી તાકતવાર ફાઈટર વિમાન રાફેલના સ્ક્વાડ્રન ગોલ્ડન એરોમાં સામલે થનાર એકમાત્ર અને દેશની પહેલી મહિલા ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ પર દરેક જણને ગર્વ છે. વર્ષ 2017માં કમિશન મળ્યા બાદ ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી મિગ-21 બિસોન ઉડાવી રહી છે. તે રાજસ્થાનના અમ્બાલામાં પોસ્ટીંગ કરી હતી અને તેણે દેશના સૌથી જાણીતા પાયલટમાંના એક વિંગ કમાન્ડર અભિનંદન સાથે પણ ઉડાણ ભરી ચૂકી છે.

શિવાંગી વારાણસીની રહેનારી છે. તે ભારતીય વાયુસેનામાં સામેલ થનારી મહિલા લડાકૂ પાયલોટના બીજા બેચનો ભાગ છે. તેને 2017માં ભારતીય વાયુસેનામાં કમિશન કરવામાં આવી હતી. અત્યારે શિવાંગીની ટ્રેનિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તે અંબાલામાં તૈનાત રાફેલ વિમાનોવાળી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં સામેલ થશે.

શિવાંગીએ વારાણસીમાંથી સ્કૂલિંગ પતાવ્યા પછી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયમાં એડમિશન લીધું અને અહીં નેશનલ કેડેટ કોરમાં 7 યુપી એર સ્ક્વોડ્રનનો હિસ્સો હતી. પછી 2016માં તેણે ટ્રેનિંગ માટે ભારતીય વાયુ સેના એકેડમીમાં એડમિશન લીધું હતું.

જણાવી દઈએ, ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી ભારતીય વાયુસેનાના સૌથી જૂના જેટ વિમાન મિગ-21, બાઈસન અને સુખોઈ એમકેઆઈથી લઈને અત્યાધુનિક રાફેલ વિમાનને ઉડાવનારી પહેલી ભારતીય મહિલા પણ છે. બાળપણથી શિવાનીને ભણતરથી લઈને તમામ સ્પોર્ટ્સમાં પણ શિવાંગીને તેના પરિવારે ફૂલ સપોર્ટ કર્યો છે.

રાફેલ પાયલટની ટીમમાં સામેલ થવાને લીધે શિવાંગીની માતા સીમા સિંહ અને ભાઈ મયંક તેની આ ઉપલબ્ધિ પર ઘણા ગર્વનો અનુભવ કરી રહ્યા છે. શિવાંગીના પિતા કુમારેશ્વર સિંહ ટુર એન્ડ ટ્રાવેલ કંપનીમાં કામ કરે છે. તેઓ તેમની પુત્રીની સિદ્ધિથી ઘણા ખુશ છે.

શિવાંગીની આ સિદ્ધિ પર તેના દાદાનું કહેવું છે કે, તે સવારે 6 વાગ્યાથી ઘરે નીકળી જતી અને રાતે 8 વાગ્યે પરત આવતી. તેનું આખા દિવસ બહાર રહેવાને લીધે સતત કંઈકને કંઈક તેના વિશે વાત કરતા રહેતા. પરંતુ આજે તેણે તે બધા લોકોની બોલતી બંધ કરી દીધી છે. શિવાંગી સારી સ્પોર્ટ્સમેન હોવા સિવાય ગિટાર વગાડવાનું તેને પસંદ છે. બાળપણથી જ તેનામાં દેશની સેવા કરવાની ભાવના હતી. તેને ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો ડર લાગતો નથી અને પાયલટના ડ્રેસને જોઈને હંમેશા કહેતી કે એક દિવસ હું પણ આ ડ્રેસ એક દિવસ પહેરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp