ગ્રેનેડ બ્લાસ્ટમાં બંને હાથ ગુમાવનાર માલવિકા આ રીતે લોકોને પ્રેરણા આપી રહી છે

PC: tomorrowmakers.com

આજે અમે તમને એક એવી કહાની કહી રહ્યા છે, જેના દ્વારા તમે પ્રેરણા લઈ શકો છો. માલવિકા અય્યર... માત્ર 13 વર્ષની હતી, જ્યારે એક ગ્રેનેડ બ્લાસ્ટમાં તેણે પોતાના બંને હાથ ગુમાવી દીધા. આજે તે 30 વર્ષની છે. જે દુનિયા માટે એક પ્રેરણા છે. તેનો 18 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ હતો. તે દિવસે તેણે એક ટ્વીટર પોસ્ટ કરી હતી. ત્યાર બાદથી લોકો તેની કહાની જાણવા માટે ઈચ્છુક છે.

માલવિકાએ લખ્યું, હેપ્પી બર્થડે ટુ મી... જ્યારે બોમ્બ વિસ્ફોટે મારા બંને હાથો ઉડાવી દીધા હતા, તો ડૉક્ટરોએ મને બચાવવા માટે ઘણી કોશિશ કરી હતી. તેના માટે તેમણે મારા જમણા હાથની પાછળ સ્ટિંચીગ કરતા સમયે અમુક સર્જિકલ ભૂલ કરી બેઠા. તેનો મતલબ થાય છે કે તેના જમણા હાથું હાડકુ માંસથી ઢંકાયેલું નહીં રહેવાને કારણે તે બહાર રહી ગયું.

તેણે આગળ લખ્યું, પણ તે ભૂલ અવીશ્વસનીય સાબિત થઈ. તે હાડકુ હવે મારી એકમાત્ર આંગળીની જેમ કામ કરે છે. તેને કારણે જ હું ટાઈપ કરી શકું છું.

સ્ટોરી શું છે?

માલવિકા અય્યર 13 વર્ષની હતી, ત્યારે 2002માં હેન્ડ ગ્રેનેડ ફાટવાને કારણે તેણે તેના હાથ ગુમાવવા પડ્યા હતા. તે સમયે માલવિકા તેના માતા-પિતા જોડે રાજસ્થાનના બીકાનેરમાં રહેતી હતી. આ ગ્રેનેડ બ્લાસ્ટમાં તેની મોત પણ થઈ શકતી હતી. તેની હાલત ગંભીર હતી. પણ ત્યાર પછી જીવન જીવવાનો તેનો નજરિયો જ બદલાઈ ગયો.

આ ઘટના પછી તે એક સામાજિક કાર્યકર્તા બની ગઈ. પોતાની ઈચ્છા શક્તિથી તે વિકલાંગતાના સદમામાંથી બહાર નીકળી ગઈ. તે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પણ છે અને ડિસએબિલિટી એક્ટિવિસ્ટ પણ છે. યુનાઈટેડ નેશનમાં તે સ્પીચ પણ આપી ચૂકી છે. સાથે જ એક TedX સ્પીકર પણ છે.

રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિતઃ

માલવિકા અય્યરને 2017માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કારની સન્માનિત કરી હતી.

જ્યારે અબ્દુલ કલામે મળવા બોલાવીઃ

માલવિકા વિશે જાણ્યા બાદ તાત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે તેને રાષ્ટ્રપતિ ભવન પણ બોલાવી હતી. તેમણે માલવિકાને તેની કારકિર્દીની યોજનાઓ બાબતે પૂછ્યું હતું.

PhD પણ કરી છેઃ

હાયર એજ્યુકેશન તેણે દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાંથી કરી. જ્યાં તેણે અર્થશાસ્ત્રમાં ડિગ્રી પણ મેળવી છે. દિલ્હીમાં જ સામાજિક કાર્યમાં તેણે માસ્ટર્સ કર્યું. ત્યાર બાદ ચેન્નઈમાં સ્થિત મદ્રાસ સ્કૂલ ઓફ સોશિયલ વર્કમાં સામાજિક કાર્યમાં એમફિલ અને PhD કર્યું. માલવિકાના આ જુસ્સાને સલામ, જેણે ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેના બે હાથ ચાલ્યા જશે. પણ તે દુનિયાને આ જ હાથો દ્વારા હિંમત, પ્રેરણા આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp