જમવામાં મળ્યો વાળ, તો ગુસ્સામાં પતિએ પત્નીનું મુંડન કર્યું

PC: storypick.com

જમવામાંથી વાળ મળવો સામાન્ય વાત છે. ઘણા પ્રયત્નો અને તકેદારીઓ છતાં કોઈક વાર તો જમવામાં વાળ આવી જ જાય છે. પણ આ વાત પર બાંગ્લાદેશના એક વ્યક્તિને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે પોતાની પત્નીના માથાનું જ મુંડન કરી નાખ્યું. તમે બરાબર વાંચ્યું તે વ્યક્તિએ તેની પત્નીના વાળ કાપી નાખ્યા.

આ મામલો બાંગ્લાદેશના જૉયપુરહટનો છે. આ ગામમાં રહેનારા 35 વર્ષના બબલૂ મોંડાલને તેની પત્નીનું મુંડન કરવાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસને આ ઘટનાની જાણકારી તેના ગામવાળાઓએ આપી.

લોકલ પોલીસ ચીફ શાહરીર ખાને જણાવ્યું કે, વ્યક્તિને ચોખા અને દૂધવાળા બ્રેકફાસ્ટમાં વાળ મળ્યો. તે નાસ્તો તેની પત્નીએ તેના માટે બનાવ્યો હતો. વાળ જોઈને તે વ્યક્તિને ખૂબ ગુસ્સો આવ્યો. પછી તેણે બ્લેડ લીધી અને બળજબરીપૂર્વક તેની પત્નીનાં માથાનું મુંડન કરી નાખ્યું.

હવે આ વ્યક્તિ બબલૂને લગભગ 14 વર્ષની જેલની સજા મળી શકે છે.

ગામમાં મોજૂદ સ્થાનીય સમૂહ એન ઓ સાલિશ કેન્દ્ર અનુસાર, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. 2019ની શરૂઆતના 6 મહિનાઓમાં 630 રેપના કેસ નોંધવામાં આવ્યા. તેના સિવાય ત્રાસ આપવો અને મારા-મારીની ઘટનાઓ પણ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp