8મી પાસ મહિલા ખેતરમાં લાવી ક્રાંતિ, આ રીતે 30,000 રૂપિયા કમાયા, મળ્યું આ સન્માન

PC: ndtvimg.com

સામાન્ય રીતે ખેતી ક્ષેત્રને પુરુષ પ્રધાન માનવામાં આવે છે. પણ ઝારખંડના ગુમલાના ઘાઘરા પ્રખંડમાં રહેનારી ક્રાંતિએ કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ કરતાની સાથે જ તેમાં ‘ક્રાંતિ’ લાવી દીધી. ગુમલા જિલ્લાના ઘાઘરા પ્રખંડના બદરી પંચાયતના કોતરી ગામની મહિલા ખેડૂત ક્રાંતિ દેવીએ તેના ઘરની હાલત સુધારવા માટે જાતે કંઇક કરવાનું નક્કી કર્યું. તેણે જે કામ કર્યું તેના દ્વારા રાષ્ટ્રીય સ્તરે તેને પ્રસિદ્ધિ મળી.

સાહસનો પરિચય દેખાડનાર ખેતરમાં ખેતી કામ કરવા માટે ઉતરેલી ક્રાંતિ આજે પુરુષો કરતા ખેતરમાં સારુ કામ કરી જાણે છે. ક્રાંતિ દેવી માત્ર 8મી પાસ છે. પણ તેને ખેતી ક્ષેત્રની પસંદગી કરી અને પતિ વીરેન્દ્ર ઉરાંવ સાથે શ્રી વિધિથી ધાનની ખેતી કરીને અસાધારણ ઉત્પાદન પ્રાપ્ત કર્યું.

ક્રાંતિ દેવી કહે છે કે, મારી પાસે ખેતીલાયક કુલ 2 એકર 30 ડિસમિલ જમીન છે. જેના દ્વારા મારા પરિવારનું ગુજરાન ચાલે છે. ખેતીની સાથે પશુ પાલનનું કામ પણ કરું છું. જે આજીવીકાનું એક પ્રમુખ સાધન છે. સાથે જ ક્મ્પોસ્ટનો ઉપયોગ કરીને ખેતરોમાં કૃત્રિમ ખાતરના ઉપયોગની સાથે કીટનાશકો દ્વારા બચાવ પણ કરું છું.

ક્રાંતિ દેવી જણાવે છે કે, પહેલા ખરીફના મોસમમાં તે ધાનની પરંપરાગત ખેતી દેશી પ્રજાતિના બીજથી કરતી હતી. તો રવિના તે શાકભાજીની ખેતી કરતી હતી. જેને કારણે ઉત્પાદન ઘણું ઓછું થતું હતું. કારણ કે તે સમયે ખેતી કરવાની આધુનિક ટેક્નોલોજીનું જ્ઞાન તેની પાસે નહોતું.

ત્યારબાદ ક્રાંતિએ સ્વયંસેવી સંસ્થા વિકાસ ભારતીમાં ખેતીનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું અને ખેતી કરવાની શરૂઆત કરી. તે કહે છે કે, જ્યાં પહેલા પરંપરાગત ખેતીથી સરેરાશ 40 ક્વિંટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન થતું હતું, તો હવે 70 ક્વિંટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન થાય છે. જેને કારણ પ્રત્યેક હેક્ટર દીઠ 30000 રૂપિયાની કમાણી થઈ. જેને લીધે પરિવારનું ભરણ પોષણ કરવામાં ઘણી મદદ મળી.

તેમની આ સફળતાને કારણે બેંગલોરમાં તેમને કૃષિ કર્મણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp