8 વર્ષની ઉંમરે થયા લગ્ન, પતિએ રીક્ષા ચલાવી પત્નીને બનાવી ડૉક્ટર

PC: indianexpress.com

કોશિશ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. આ કહેવતને સાચી કરતી એક કહાની રાજસ્થાનના ચૌમૂમાંથી સામે આવી છે. 8 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ રૂપા યાદવે સપના જોવાના જ છોડી દીધા હતા. પણ તેનો કંઇક કરી જવાનો જુસ્સો ઓછો થયો નહીં. તેણે ડૉક્ટર બનવું હતું. જીવનમાં ઘણા પડકારોનો સામનો કરતા રૂપાએ NEETની પરીક્ષા પાસ કરી. ઓલ ઈન્ડિયા રેન્ક 2283 અને ઓબીસી રેન્ક 658 હાંસલ કર્યો.

તે નાનપણથી જ ભણવામાં આગળ હતી. પણ બાળ વિવાહને કારણે તેનું ભણતર થોડા સમય માટે રોકી દેવામા આવ્યું હતું. બાળ વિવાહ સમયે રૂપાની ઉંમર 8 વર્ષની હતી. પણ ભણવા પ્રત્યે પ્રેમ અને હાર ન માનવાના વલણે રૂપાએ ગૃહિણીમાંથી ડૉક્ટર બનવાની સફર નક્કી કરી.

તે સંઘર્ષના દિવસોને યાદ કરીને કહે છે કે, એક સમય એવો હતો જ્યારે સ્થિતિ ખરાબ હતી. ભણવા માટે પૈસા પણ નહોતા. સ્કૂલ ઘરથી ઘણી દૂર હતી. માટે રોજ 3 કિમી દૂર સ્ટેશન સુધી જવું પડતું હતું, પછી બસમાં બેસી સ્કૂલે જતી. લગ્ન પછી રૂપાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. અને ત્યાર બાદ સાસરે જતી રહી.

પરિવારે આપ્યો સાથઃ

રૂપા કહે છે કે, લગ્ન પછી તેના જીજા બાબૂલાલ અને બહેન રૂક્મા દેવીએ તેના ભણવા પ્રત્યેની રૂચિ જોઈને તેનો સાથ આપ્યો. સામાજિક બાધાઓનો સામનો કરી તેણે ફરી ભણવાનું શરૂ કર્યું. ભણવાનો ખર્ચો પૂરો કરવા માટે ખેતીકામની સાથે સાથે રૂપાના પતિએ ટેમ્પો પણ ચલાવ્યો. રૂપાએ જ્યારે ડૉક્ટર બનવાની ઈચ્છા તેના પતિ અને જીજા સામે રજૂ કરી તો રૂપાનું એડમિશન કોટાના એક કોચિંદમાં કરાવી દીધું.

રૂપા કહે છે કે, સમયસર મારા કાકાને મેડિકલ સારવાર નહીં મળવાને કારણે હાર્ટ એટેકથી તેમનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ તેણે બાયોલોજી લઈને ડૉક્ટર બનવાનું સંકલ્પ લીધું હતું. તે સંકલ્પને લઈને રૂપાએ દિવસ-રાત મહેનત કરી અને NEETની પરીક્ષા પાસ કરી.

પતિએ રીક્ષા ચલાવીને મારા ભણવાનો ખર્ચો ઉપાડ્યોઃ

મારો સાસરી પક્ષ અને મારા માતા-પિતા ખેડૂતો છે. ખેતીમાં આવક એટલી થતી નથી. માટે મારા પતિએ રીક્ષા ચલાવીને મારા ભણવાનો ખર્ચો ઉપાડ્યો. રૂપાને ભણતા જોઈને તેના પતિ શંકર લાલા યાદવે પણ ભણવાનું શરૂ કર્યું, હાલમાં તે એમ.એના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp