આ દેશમાં પિતા કરી શકે છે દીકરી જોડે લગ્ન, સંસદમાં પાસ થયું બિલ

PC: c.ndtvimg.com

ઈરાનની સંસદમાં એક એવું બિલ પાસ થયું છે, જેના વિશે જાણી તમે હેરાનીમાં મૂકાઈ જશો. આ બિલ અનુસાર, પિતા પોતાની દીકરી જોડે લગ્ન કરી શકશે. હવે ઈરાનમાં પિતા તેની દત્તક લીધેલી પુત્રી જોડે લગ્ન કરવાનો હક ધરાવે છે. તેમાં પણ દીકરીની ઉંમર 13 વર્ષથી વધારે હોય અને તેને દત્તક લીધી હોય તો પિતા લગ્ન કરી શકે છે.

ઈરાનમાં આ બિલ 22 સપ્ટેમ્બરે પાસ કરવામાં આવ્યું છે. આ દેશમાં કામ કરી રહેલા એક્ટિવિસ્ટોએ બિલનો વિરોધ પણ કર્યો છે. તો લંડનમાં બેઝ્ડ જસ્ટીસ ફોર ઈરાન નામના એક ગૃપની માનવાધિકાર વકીલ શદી સદરે કહ્યું, આ બિલ પેડોફિલિયા(બાળ શોષણ) ને લીગલ કરી રહ્યું છે. દત્તક લીધેલી પુત્રી જોડે લગ્ન કરવા ઈરાની સંસ્કૃતિનો ભાગ જ નથી. આ બિલ ઈરાનમાં બાળકો પ્રત્યેના ગુનામાં વધારો કરશે. જો પિતા જ તેની દત્તક લીધેલી પુત્રી જોડે લગ્ન કરી સેક્સ કરશે, તો એ રેપ છે.

ઈરાનના અમુક અધિકારીઓનું માનવું છે કે, આ બિલ પાસ કરવાનો હેતુ હિજાબની પરેશાની સુધારવાનો છે. કારણ કે, દત્તક લીધેલી પુત્રીએ પિતાની સામે હિજાબ પહેરવો પડે છે અને દત્તક લીધેલા પુત્રની સામે માતાએ હિજાબ પહેરવાનો હોય છે.

જો તમને ખબર ન હોય તો, ઈસ્લામ દેશમાં 13 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ તેમના પિતાની મંજૂરીથી લગ્ન કરી શકે છે. તો છોકરાઓના લગ્ન 15 વર્ષની ઉંમરમાં થઈ શકે છે. ઈરાનમાં 13 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના લગ્ન કરાવવા માટે જજની પરવાનગી લેવાની હોય છે.

ઈરાનમાં 2010માં 10 થી 14 વર્ષની વચ્ચેના 42 હજાર બાળકોના લગ્ન થયા છે. માત્ર તેહરાનમાં જ 75 બાળકો, જેમની ઉંમર 10 વર્ષથી પણ ઓછી હતી, તેમના લગ્ન કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp