કોરોના મહામારીની વચ્ચે માતા બનેલી મહિલાઓમાં વધ્યું ડિપ્રેશન અને ચિંતાઃ સ્ટડી

PC: forbesimg.com

કોરોના વાયરસ મહામારીએ હાલના સમયમાં માતા બની મહિલાઓના ડિપ્રેશનમાં જવા અને તેમનામાં ચિંતા અને ભયની ભાવના વધારી છે. એક સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે. અધ્યયન અનુસાર, પ્રત્યેક સાતમાંથી એક મહિલા પ્રસવના પહેલા અને તરત પછીના સમયમાં માનસિક રોગના લક્ષણોનો સામનો કરી રહી છે. ફ્રંટિયરર્સ ઈન ગ્લોબલ વૂમન હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, હાલમાં જ માતા બની મહિલાઓમાં મહામારી દરમિયાન ડિપ્રેશન અને ચિંતા તથા ભયની ભાવના વધી છે.

વધી રહી છે ચિંતાની ભાવના

Frontiers in Global Women Health Journalમાં પ્રકાશિત સ્ટડી અનુસાર, હાલમાં જ માતા બનેલી મહિલાઓમાં મહામારી દરમિયાન ડિપ્રેશન અને ચિંતા કે ભયની ભાવના વધી છે.

કેનેડા સ્થિત અલ્બેર્ટા યૂનિવર્સિટીથી આ સ્ટડીની સહ લેખિકા મેર્જી ડાવેનપોર્ટે કહ્યું, વાયરસના પ્રસારને ઘટાડવા માટે જરૂરી સામાજિક અંતર અને આઈસોલેટ રહેવાનો પ્રભાવ આપણામાંથી ઘણાંના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પાડી રહ્યું છે.

900 મહિલાઓની સ્ટડી કરવામાં આવી

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, હાલમાં જ માતા બનેલી મહિલાઓમાં આ તણાવ દુષ્પ્રભાવોની સાથે આવી રહ્યા છે. આ સ્ટડી 900 મહિલાઓ પર કરવામાં આવી છે. જેમાંથી 520 ગર્ભવતી હતી અને તેમાંથી 380 મહિલાઓએ ગયા વર્ષે બાળકને જન્મ આપ્યો હતો. તેમને મહામારી પહેલા તેમનામાં ડિપ્રેશન અને ભયની ભાવના વિશે પૂછવામાં આવ્યું હતું.

15 ટકા મહિલાઓએ ડિપ્રેશનના લક્ષણો મહેસૂસ કર્યા

વૈજ્ઞાનિકો અનુસાર, મહામારી શરૂ થયા પહેલા તેમાંથી 29 ટકા મહિલાઓમાં હળવી મધ્યમ સ્તરની ચિંતા તથા ભયની ભાવના મહેસૂસ કરી હતી. જ્યારે 15 ટકાએ ડિપ્રેશનના લક્ષણો મહેસૂસ કર્યા. સ્ટડી અનુસાર, 72 ટકા મહિલાઓએ ચિંતા અને ભયની ભાવના મહેસૂસ કરી જ્યારે 41 ટકા મહિલાઓએ ડિપ્રેશનનો સામનો કર્યો છે. વૈજ્ઞાનિકોએ મહિલાઓને એવું પણ પૂછ્યું કે, શું લોકડાઉનમાં તેમની કસરતની આદતોમાં પણ ફેરફાર આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સીમિત માત્રામાં શારીરિક ગતિવિધિઓ આ લક્ષણોને વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp