13 દિવસથી ભૂખ હડતાળ બેસેલી આંગણવાડી મહિલાઓ પર પોલીસનો લાઠીચાર્જ, જુઓ વીડિયો

PC: hindustantimes.com

ઝારખંડના રાંચીમાં પ્રદર્શન કરી રહેલી આંગણવાડીની મહિલાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મહિલાઓના વિરોધ પ્રદર્શનનો આ 40મો દિવસ હતો. આ મહિલાઓ 13 દિવસથી ભૂખ હડતાળ પર હતી. પ્રદર્શન કરી રહેલી આ મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એકપણ પોલીસકર્મી મહિલા દેખાય રહી નથી. તો પોલીસ ઓફીસરો પ્રદર્શન કરી રહેલી મહિલાઓ પર લાઠીચાર્જ કરી રહ્યા છે.

રાંચીના ડિપ્ટી જનરલે કહ્યું કે, અમે રાંચીના SSP અનીષ ગુપ્તાને આદેશ આપ્યો છે કે, તેઓ આખા મામલાની તપાસ કરે. ત્યાર પછી અમે આગળ કાર્યવાહી કરીશું.

આંગણવાડી કાર્યકર્તાઓની માંગઃ

  • આંગણવાડી કાર્યકર્તાઓને સરકારી કર્મચારી જાહેર કરી દેવામાં આવે. ત્યાં સુધી ફરજ બજાવતી સેવિકાઓને 18000 રૂપિયા અને સહાયકોને 9000 રૂપિયા ચૂકવવામાં આવે.
  • મિની આંગણવાડી સેવિકાઓ જોડે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવી રીતે આંગણવાડીના કાર્યકર્તાઓ જોડે કરવામાં આવે છે.
  • આંગણવાડી કાર્યકર્તાઓને પ્રમોશન આપતા સમયે તેની ઉંમરની સીમાને ખતમ કરી દેવામાં આવે.
  • આંગણવાડી કાર્યકર્તાઓના કાર્યકર્તાઓને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ પણ મળવું જોઈએ.
  • બિહાર સરકારે આંગણવાડી કાર્યકર્તાઓની નિવૃત્તિની ઉંમર 60થી વધારીને 65 વર્ષ કરી દીધી છે. તેવું જ ઝારખંડ સરકાર પણ કરે. નિવૃત્તિ સમયે સેવિકાઓને 5 લાખ અને સહાયકોને 3 લાખ રૂપિયા મળવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp