માહવારી મહાભોજઃ પિરિયડ્સમાં હોય તેવી 28 મહિલાઓએ રાંધ્યું, મંત્રી સહિત 300એ ખાધું

PC: twitter.com

મહિલાઓને લઈને કરવામાં આવેલા વિવાદિત નિવેદનને કારણે ગુજરાતના સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી અને તેમની આ ટિપ્પણી દિલ્હીની મહિલાઓને પસંદ ના આવી. આથી તેમણે રૂઢિવાદી નિયમો અને વિચારો વિરુદ્ધ અવાજ બુલંદ કરતા દિલ્હીના મયૂર વિહાર સેન્ટ્ર્લ પાર્કમાં ‘માહવારી મહાભોજ’નું આયોજન કરવામાં આવ્યું હતું. એવી 28 મહિલાઓએ તેમાં ખાવાનું બનાવ્યું હતું અને પીરસ્યું હતું, જેઓ તે સમયે રજસ્વલા હતી. આ કાર્યક્રમમાં મહિલાઓનો જુસ્સો વધારવા માટે દિલ્હીના ડેપ્યૂટી CM મનીષ સિસોદિયા પણ ત્યાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓએ કહ્યું હતું કે, માસિક ધર્મ, શરમની નહીં, ગર્વની વાત છે.

આ કાર્યક્રમનું આયોજન સચ્ચી સહેલી નામની એક સંસ્થાએ કર્યું હતું. મહાભોજ દરમિયાન ભેગી થયેલી મહિલાઓએ ભુજ-ગુજરાતની એ ઘટનાનો વિરોધ કર્યો હતો, જેમાં સહજાનંદ નામની એક ગર્લ્સ ઈન્સ્ટીટ્યૂટમાં હોસ્ટેલમાં રહેતી 68 વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારાવી તે રજસ્વલા છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું હતું. આ અંગે મહિલાઓએ કહ્યું હતું કે, આ ઘટના ટ્રસ્ટના રૂઢિવાદી નિયમો અને પ્રતિબંધોને કારણે બની, જે રસોઈ અને અન્ય પવિત્ર સ્થોનોની અંદર તમામ માસિક ધર્મવાળી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંદ લગાવે છે.

એટલું જ નહીં, સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસ દ્વારા વિવાદાસ્પદ નિવેદન પણ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, પીરિયડ્સ દરમિયાન ખાવાનું બનાવનારી મહિલાઓ આવતા જન્મમાં કૂતરીનો અવતાર લેશે.

દાવતની મેજબાની ડૉ. સુરભિ સિંહ અને તેમની ટીમે કરી હતી. માસિક ધર્મવાળી 28 મહિલાઓએ ખાવાનું બનાવ્યું અને એ જ ખાવાનું પીરસીને આ વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ કર્યો હતો. જેથી, આવી પ્રેક્ટિસને રોકી શકાય.

દિલ્હીના ડેપ્યૂટી CM મનીષ સિસોદિયા સહિત 300 કરતા વધુ લોકો આ મહાભોજમાં સામેલ થયા હતા. મનીષ સિસોદિયાએ આ અંગે કહ્યું હતું કે, આજના યુગમાં પવિત્ર અને અપવિત્ર કહેવું ખોટું છે. વૈજ્ઞાનિક સમયમાં એ વાત સૌને ખબર છે કે, પીરિયડ્સ એ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp