19 વર્ષની યુવતીનો ગેંગરેપ, નરાધમોએ જીભ કાપી અને ગંભીર ઈજા પહોંચાડી, 4 સામે કેસ

PC: indianexpress.com

11 દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં એક 19 વર્ષની દલિત યુવતીનો ગેંગરેપ થયો હતો. તેની જીભ પણ કાપી નાખવામાં આવી હતી અને તેની કરોડરજ્જુમાં પણ ગંભીર ઈજા પહોંચી છે. તે યુવતી અલીગઢની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને પોતાના જીવનની લડાઇ લડી રહી છે. હાથરસના પોલીસ અધીક્ષક વિક્રાંત વીરે જણાવ્યું કે યુવતીના ગળા પર પણ ગંભીર ઈજા પહોંચી છે. બુધવારે તેના નિવેદન પછી હાથરસ જિલ્લાના 4 લોકો પર SC/ST એક્ટ, ગેંગરેપ અને હત્યાના પ્રયાસ હેઠળ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. ચારેય પુરુષો ઉચ્ચ જાતિના છે. જેમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે.

હોસ્પિટલની શરૂઆતી મેડિકલ રિપોર્ટમાં ગળું દબાવવું અને મારપીટની પુષ્ટિ થઇ છે. ડૉક્ટરોએ કહ્યું કે, રેપની પુષ્ટિ માટે આગળની તપાસ ચાલી રહી છે. પોતાના ઘરની બહાર રડતા પીડિતની માતાએ કહ્યું કે, હું માત્ર તેનાથી 100 મીટરના અંતરે હતી. હું તેને બચાવી શકતી હતી. પણ મને ઓછું સંભળાઇ છે.

પરિવારનું કહેવું છે કે તેમના ઘરની પાસે રહેતા મુખ્ય આરોપી 20 વર્ષીય સંદીપ અને તેનો પરિવાર પોતાના ક્ષેત્રમાં દલિતોને હંમેશા પરેશાન કરે છે. લગભગ બે દાયકા પગેલા સંદીપના દાદાને પીડિતાના દાદાની કથિતપણે પિટાઇ કરવામાં SC/ST એક્ટ હેઠળ 3 મહિનાની જેલ થઇ હતી.

જિલ્લાના અધિકારીઓનું કહેવું છે કે, ગામના 600 પરિવારોમાંથી લગભગ અડધા ઠાકુર છે. જ્યારે 100 પરિવાર બ્રાહ્મણ છે. ગામમાં માત્ર 15 પરિવારો જ દલિત છે. 14 સપ્ટેમ્બરના રોજ તેઓ સવાકે ચારો ભેગો કરવા માટે ગયા હતા. પીડિતાની માતાએ કહ્યું કે, ચારો ભેગો કરતા સમયે તેમની દીકરી જરા દૂર ચાલી ગઇ હતી. 9.45 વાગ્યાની પાસે જ્યારે તે આસપાસ દેખાઇ નહીં તો મને લાગ્યું કે તે ઘરે ચાલી ગઇ હશે. પણ જ્યારે મેં તેની ગુલાબી ચપ્પલ જોઇ તો અમે તેને શોધવાની શરૂ કરી દીધું. ત્યાર પછી તે અમને એક વૃક્ષ પાસે મળી.

મજૂરી કામ કરનારા મહિલાના ભાઈએ આરોપી સંદીપ સામે ફરિયાદ દાખલ કરાવી છે. સંદીપ ઉપરાંત તેના કાકા રવિ અને તેના મિત્ર લવ કુશની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. એક ચોથો આરોપી રામૂ ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp