દુનિયાના ટોપ 100 પ્રવાસન સ્થળોમાં એશિયાનો દબદબો, ભારતના આ 2 શહેરો ટોપ 20મા સામેલ

PC: cdn.cnn.com

બ્રિટિશ માર્કેટિંગ રિસર્ચ કંપની યૂરોમૉનિટર ઈન્ટરનેશનલે 2019ના દુનિયાના શ્રેષ્ઠ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદી જાહેર કરી છે. ટોપ 5 ડેસ્ટિનેશનમાં હોંગકોંગ, બેગકોક, લંડન, મકાઉ અને સિંગાપોર છે. પરંતુ ટોપ 20માં ભારતના બે શહેરો સામેલ છે, જેમાં દિલ્હી 11માં અને મુંબઈ 14માં નંબર પર છે. ખાસ વાત એ છે કે, 2018ની સરખામણીમાં 2019માં આ બંને શહેરોમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

 

આ રિપોર્ટ શહેરના સાંસ્કૃતિક વારસા, યાદગાર અનુભવ અને આર્થિક પેકેજના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં વર્લ્ડ ક્લાસ એરપોર્ટ, લગ્ઝરી સુવિધાઓ, મેડિકલ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ ટૂરિઝમ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જે ભવિષ્ટમાં તેને 8માં નંબર પર લઈ જઈ શકે છે. દિલ્હી અને મુંબઈ બાદ ત્રીજો નંબર આગરાનો છે, જોકે તે આ લિસ્ટમાં 26માં નંબર પર છે.

જણાવી દઈએ કે, ટોપ 100માં સૌથી વધુ 43 પર્યટન સ્થળો એશિયાના છે. ત્યારબાદ યૂરોપ, અમેરિકા અને આફ્રિકાના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સામેલ છે.

દુનિયાના ટોપ 20 શ્રેષ્ઠ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સઃ

  1. હોંગકોંગ
  2. બેંગકોક
  3. લંડન, ઈંગ્લેન્ડ
  4. મકાઉ
  5. સિંગાપોર
  6. પેરિસ
  7. દુબઈ
  8. ન્યુયોર્ક, અમેરિકા
  9. ક્વોલાલામ્પોર, મલેશિયા
  10. ઈસ્તાંબુલ, તૂર્કી
  11. દિલ્હી, ભારત
  12. અંતાલિયા, તુર્કી
  13. શેન્ઝેન, ચીન
  14. મુંબઈ, ભારત
  15. ફુકેટ, થાઈલેન્ડ
  16. રોમ, ઈટલી
  17. ટોકિયો, જાપાન
  18. પટાયા, થાઈલેન્ડ
  19. તાઈપે, તાઈવાન
  20. મક્કા, સાઉદી અરેબિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp