PMએ કર્યું ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન, બોલ્યા- વર્લ્ડ ક્લાસ સુવિધાથી વધશે ટૂરિઝમ

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠમના અવસરે ગુજરાત માટે ઘણી પરિયોજનાનું લોકાર્પણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ગિરનાર રોપ-વેસ, ખેડૂતો માટે સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી મળી શકશે.

પ્રધાનમંત્રીએ ગિરનાર રોપ વેનું ઉદ્ઘાટન કરતા કહ્યું, ગિરનાર પર્વત પર મા અંબા પણ વિરાજે છે, ગોરખનાથ શિખર પણ છે, ગુરુ દત્તાત્રેયનું શિખર છે અને જૈન મંદિર પણ છે. અહીંના દાદરો ચઢીને જે શિખર પર પહોંચે છે તે અદ્ભુત શક્તિ અને શાંતિનો અનુભવ કરે છે. હવે અહીં વિશ્વ સ્તરીય રોપ વે બનવાથી સૌને સુવિધા મળશે, દર્શનનો અવસર મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જો ગિરનાર રોપ-વે કાયદાકીય દાંવ પેચમાં ન ફસાયું હોત તો લોકોને તેનો લાભ ખૂબ પહેલા મળી ગયો હોત. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે વિચારવું પડશે કે જ્યારે લોકોને આટલી બધી સુવિધા પહોંચાડનારી વ્યવસ્થાઓનું નિર્માણ આટલા લાંબા સમય સુધી અટકી રહેશે તો લોકોને કેટલું નુકસાન થાય છે.

આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ નવા કૃષિ કાયદાની ઉપયોગિતા પર ફરી ભાર આપતા ખેડૂતોની આવક વધારવા અને તેમને મજબૂત કરવા માટે સરકારે નવા પગલા લીધા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને નફા પર પોતાની ઉપજ વેચવાનો વિકલ્પ આપીને સરકારે તેમને મજબૂત બનાવ્યા છે.

તેની સાથે જ પ્રધાનમંત્રીએ લોકોને કોરોનાને લઇ પણ ચેતવ્યા છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ છે ત્યાં સુધી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી, બે ગજની દૂરી ખૂબ જ જરૂરી, માસ્ક પણ પહેરવો જરૂરી છે. જ્યાં સુધી દવા નથી, ત્યાં સુધી ઢીલાશ પણ રાખો નહીં.

ગુજરાતના લગભગ 80% ઘરોમાં આજે નળથી જળ પહોંચી ચૂક્યું છે

સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતે વીજળી સાથે સિંચાઇ અને પીવાના પાણીના ક્ષેત્રમાં પણ શાનદાર કામ કર્યું છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકો જાણે છે કે ગુજરાતમાં પાણીની શું સ્થિતિ હતી? પાછલા બે દાયકાઓના પ્રયાસોથી આજે ગુજરાતના એ ગામોમાં પણ પાણી પહોંચ્યું છે, જ્યાં પહેલા કોઇ વિચારી પણ નહોતું શકતું. ગુજરાતના લગભગ 80% ઘરોમાં આજે નળથી જળ પહોંચી ચૂક્યું છે. ખૂબ જલદી ગુજરાત દેશના એ રાજ્યોમાં હશે, જ્યાં તમામ ઘરમાં પાઇપથી પાણી પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp