સોનાના 19 બિસ્કીટ અને 2 બ્રેસલેટ સાથે સુરત એરપોર્ટ પર યુવાનની ધરપકડ

PC: khabarchhe.com

દુબઇથી ફલાઇટમાં સુરત આવેલા એક યુવકને કસ્ટમ વિભાગે રૂપિયા 90 લાખના સોના સાથે પકડી પાડયો હતો. શૂઝ અને પગના વચ્ચેના ભાગમાં અને જીન્સમાં કપડાની સટીચ કરેલી પટ્ટીમાં સોનાના 19 બિસ્કીટ અને બે બ્રેસલેટ છુપાવ્યા હતા.સોના સાથે પકડાયેલા વ્યકિતનું નામ જાણી શકાયું નથી. સુરત શારજહાની ફલાઇટ શરૂ થયા પછી કસ્ટમ વિભાગે 8 દાણચોરોને પકડી પાડયા છે.

દુબઇથી એક યુવાન શારજહા-સુરતની ફલાઇટમાં સુરત ઉતર્યો હતો,. કસ્ટમ વિભાગને શંકા જતા તેનું ચેકીંગ હાથ ધર્યું હતું તો રૂપિયા 90 લાખનું સોનું મળી આવ્યું હતું.કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે દુબઇથી સોનું લાવનારે શૂઝ અને પગની વચ્ચેના ભાગમાં સોનું છુપાવ્યું હતું અને જીન્સમાં કાપડની એક સ્ટીચ કરેલી પટ્ટીમાં સોનું છુપાવ્યું હતું.સોનાના 19 બિસ્કિટ અને બે બ્રેસલેટ કસ્ટમે જપ્ત કર્યા હતા.

સુરતમાં અત્યાર સુધી દોઢ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે

16 ફેબ્રુઆરીથી ઈન્ટરનેશનલ ઉડાનની સૂચિમાં સામેલ થયેલા સુરત એરપોર્ટ પર પણ અત્યાર સુધી આઠ મામલા સામે આવી ચૂક્યા છે, જેમાં કસ્ટમે અત્યાર સુધી દોઢ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. આ અંગે મોટા ભાગના મામલા ખાડી દેશો જેવા કે ઓમાન, મસ્કત, દુબઈ અને ઈરાન જેવા દેશોમાંથી આવતા પ્રવાસીના હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp