CM રૂપાણીએ જણાવ્યું ક્યારે શરૂ થશે ગિરનાર રોપવે

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન આજે ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે ઉષા બ્રેંકો દ્વારા આ કામગીરી ઝડપભેર હાથ ધરાઇ રહી છે. આગામી 3 થી 5 મહિનામાં કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટી થી રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે. વિજય રૂપાણી એ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહમહેતા સરોવર બ્યુટીફિકેશન કામ હાથ ધરાઇ રહ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.

આ યાત્રાધામ સહિત સાસણ ગીર સિંહ દર્શન અને ભગવાન સોમનાથદાદાના દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ થવાથી ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે દેશ વિદેશના વધુ ને વધુ પ્રવાસીઓ આવતા થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી એ વિશ્વાસ દર્શાવ્યો કે આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકો વધશે અને આ મહાનગર ની ઇકોનોમીને નવો વેગ મળશે. વિજય રૂપાણી સાથે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને જૂનાગઢ મહાનગરના મેયર પણ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp