દુનિયાનો એકમાત્ર ખંડ જ્યાં હજુ સુધી કોરોના પહોંચ્યો નથી, જાણો સંપૂર્ણ વિગત

PC: washingtonpost.com

દુનિયામાં એવો કોઈ એક દેશ બાકી નથી જ્યાં કોરોનાનું સંક્રમણ ફેલાયલું ન હોય, પરંતુ હજુ એક આખો ખંડ એવો છે, જ્યારે કોરોના વાયરસ પહોંચી શક્યો નથી અને તે છે એન્ટાર્કટિક ખંડ. દુનિયાના સૌથી ઠંડા ખંડ તરીકે જાણીતું આ સ્થળ સંપૂર્ણ રીતે બરફથી ઢંકાયેલો છે. જેની લીધે અહીં કોઈ લોકવસ્તી જોવા મળતી નથી. તો ચાલો જોઈ લઈએ આ ખૂબસુરત એવા ખંડની કેટલીક અજાણી વાતો અને તેના સુંદર ફોટોઝ.

હાલમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કરોડો વર્ષો પહેલા એન્ટાર્કટિકા ખંડમાં વર્ષા વન હતું. અનુસંશોધનકર્તાઓએ દક્ષિણી ધ્રુવની નજીક નવ કરોડ વર્ષ પહેલા વર્ષા વન હોવાની શોધ કરી છે. આ શોધ એ તરફ ઈશારો કરે છે કે તે સમયે જળવાયુ ઘણો ગરમ હતો અને કાર્બન ડાયોક્સાઈડની માત્રા વાતાવરણમાં અત્યાર સુધી જેટલી માનવામાં આવી રહી હતી તેના કરતા અનેક ઘણી હતી. લંડનના ઈમ્પીરિયલ કોલેજ અને અન્ય સંસ્થાના વૈજ્ઞાનિકોએ દક્ષિણ ધ્રુવના 900 કિલો મીટરની અંદર માટીની શોધ કરી છે, જે 14.5 કરોડ થી 6.6 કરોડ વર્ષ પહેલાની છે. નેચર જરનલમાં પ્રકાશિત અધ્યયન પ્રમાણે માટી સાથે જોડાયેલા સંરક્ષિત જડો, પરાગકણ અને બીજાણુનું વિશ્લેષણ કરવા પર જાણવા મળ્યું કે ક્રિટશસ કલ્પ અંગે જેટલું વિચાર્યું હતું તેનાથી ઘણું વધારે ગરમ હતું.

એન્ટાર્કટિકા એવું ટુરિસ્ટ ડેસ્ટીનેશન છે, ખરેખર ટ્રાવેલ કરતા લોકોના વિશલિસ્ટમાં પહેલા નંબર પર છે. ક્રુઝ સિવાય તમે અહીં ઘણું કરી શકો છો, જે તમારા માટે જીવનભરની મેમરી બની જશે. તમે હનીમૂન માટે, ફેમિલી ટ્રીપ પર અથવા મિત્રો સાથે જવાનું વિચારી રહ્યા હોવ તો બધા માટે બેસ્ટ ઓપ્શન છે. જો તમે ક્રુઝ પર જાવ છો તો તમારે કરવા માટે ઘણી બધી એક્સાઈટીંગ વસ્તુઓ છે. ક્રુઝ ટુરિઝમ માટે ટુરીસ્ટને અટ્રેક્ટ કરવા માટે સાલસા ડાન્સ પરફોર્મન્સ પણ રાખવામાં આવે છે. એન્ટાર્ક્ટિકાના બીચ પર તમે કાયાકિંગ સિવાય ડાઈવિંગ, સર્વિગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ ભાગ બની શકો છો.

અહીં તમને પાણી જરૂરથી ઠંડુ લાગશે પરંતુ ડર સાથે મસ્તી કરવાની એક પણ તક ચૂકવા જેવી નથી. એન્ટાર્કટિકામાં ભલે જબરજસ્ત ઠંડી પડતી હોય પરંતુ કેમ્પિંગ માટે તમારો લાઈફટાઈમનો અનુભવ બની જશે. જો તમને એડવેન્ચરસ સ્પોર્ટ્સ અને માઉન્ટેનિયરીંગનો શોખ છે તો એન્ટાર્કટિકામાં આ શોખને પણ પૂરો કરી શકો છો. તમે થોડી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે પરંતુ એવું વિચારશો કે આવી તક વારંવાર નહીં તો મળે તો તે મુશ્કેલીને સરળતાથી પાર કરી દેશો. ચારેબાજુ બરફથી ઢંકાયેલો આ એન્ટાર્કટિકા ખંડમાં ગ્લોબલ વોર્મિગની ઘણી અસરો જોવા મળી રહી છે. આ ખંડ ઘણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે. અને ગયા વર્ષે જ અહીં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે, જે સહેજ પણ સારી વાત નથી.

વધારે ગરમી પડવાને લીધે અહીંનો બરફ પીગળી રહ્યો છે, જે પાણી દ્વારા વહીને સમુદ્રમાં ભળતો હોવાને કારણે તેની સપાટીમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વળી, બરફ પીગળવાને લીધે અહીંની પશુ પ્રજાતિઓ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. નોર્ધન એન્ટાર્કટિકામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 18.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. અહીં તમને રંગબેરંગી આઈસબર્ગ જોવા મળશે, જેને જોતા જ જાણે તમે કોઈ પરીઓની વાર્તામાં પહોંચી ગયા હોવ તેવું લાગશે. આ આઈસબર્ગ ટુરિસ્ટ માટે ખાસ જોવાલાયક છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે એન્ટાર્કટિકામાં હાલના ગ્લેશિયર ઘણી ઝડપથી પીગળી રહ્યા છે અને અહીં ઘણા નાના ઝરણાંઓનું નિર્માણ થઈ રહ્યું છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp