દુનિયાની ટોપ-10 બેસ્ટ હોટેલ્સમાં ભારતની આ 2 હોટેલ્સને મળ્યું સ્થાન

PC: grabamile.boardingarea.com

એક ઇન્ટરનેશનલ મેગેઝીને કરેલા સર્વેમાં વિશ્વની 17 બેસ્ટ હોટેલ્સમાં ભારતની 3 હોટેલ્સને સ્થાન મળ્યું છે અને એમાં ટોપ -10માં ભારતની બે હોટલનો સમાવેશ કરાયા છે.વિશ્વની બેસ્ટ ટોપ-10 હોટલમાં બનેં હોટલ રાજસ્થાનની છે અને વિશ્વની બેસ્ટ 17 હોટલમાં બિસનગઢની એક હોટલની પસંદગી થઇ છે.

ઇન્ટરનેશનલ મેગેઝીન કોંડે નેસ્ટ ટ્રાવેલરે રિડર્સ ચોઇઝ એવોર્ડસ-2019ની જાહેરાત કરી હતી જેમાં બેસ્ટ હોટલ્સ ઇન ધ વર્લ્ડની શ્રેણી રાખવામા આવી હતી.17 હોટેલ્સની બેસ્ટ હોટેલ્સ તરીકે પસંદગી થઇ હતી તેમાં ટોપ-10માં ઉદેપુરની તાજ લેક પેલેસ ત્રીજા ક્રમે જયારે જયપુરની રામબાગ પેલેસને 7મો ક્રમ મળ્યો હતો. જયારે ટોપ- 17માં બિસનગઢની અલીલી કિલાને 11મો નંબર મળ્યો હતો.

Conde Nast Traveller, Hotel, Readers' Choice Awards 2019, Taj Lake Palace, Rambagh Palace, Alila Fort Bishangarh

કોન્ડે નેસ્ટ ટ્રાવેલર રિડર્સ એવોર્ડ 2019 યુએસ અને યુકેના વાર્ષિક સર્વેક્ષણ પુર આધારિત છે.દુનિયાભરના 6 લાખ વાચકોએ પોતાની પસંદગીની હોટેલ્સ માટે વોટ અને રેટીંગ આપ્યું હતું.ઉદેપુરની તાજ પેલેસ હોટેલને દેશ વિદેશના પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે.આ હોટેલમાં મહારાજા અને મહારાણીના રાજવી યુગની પ્રતિતિના દર્શન થાય છે.

મેગેઝીનના જણાવ્યા મુજબ કોઇ પણ ડેસ્ટિનેશન પર ફરવા જતા મુસાફરો માટે હોટેલ્સનું સ્થાન ઘણું મહત્ત્વ ધરાવે છે. લોકો હોટેલ્સની સુંદરતા, હોટેલ્સની ચોખ્ખાઇ અને સુવિધાની નોંધ લેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp