આ બેંકના શેરમાં ઇન્વેસ્ટ કરનારા એક કલાકમાં કમાયા 4500 કરોડ

PC: assettype.com

પ્રાઈવેટ સેક્ટરની બેંક Yes Bankને હોંગકોંગની કંપની તરફથી 8520 કરોડ રૂપિયાની ઈન્વેસ્ટમેન્ટ ઓફર મળી છે. આ સમાચાર પછી બૅન્કના શેરમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે. જેને લઈ થોડી જ મીનિટોમાં બૅન્કનું માર્કેટ કેપ 4500 કરોડ રૂપિયા વધી ગયું છે. આ માત્ર એક કલાકમાં 14455 કરોડ રૂપિયાથી વધી 19 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું. આ મુદ્દે એક્સપર્ટનું કહેવું છે કે, જો કોઈ પાસે Yes Bankના શેર છે તો તેણે શેરમાં નફાની વસૂલી કરી લેવી જોઈએ. હાલના સ્તરથી નવું રોકાણ પણ કરી શકાય છે.

કેમ આવી શેરમાં તેજીઃ

મીડિયા રિપોર્ટ અનુસાર, હોંગકોંગની કંપની SPGP તરફથી 120 કરોડ ડોલર (લગભગ 8520 કરોડ રૂપિયા)ની ઈન્વેસ્ટમેન્ટની ઓફર મળી છે. BSE (Bombay Stock Exchange)ને આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, Yes Bankમાં રોકાણને લઈ ઘણી કંપનીઓએ પોતાનું વલણ દેખાડ્યું છે. આ સિવાય એક મોટી કંપની તરફથી Yes Bankને બાઈડિંગ ઓફર પણ મળી છે. આ સમાચાર પછી Yes Bankના શેરમાં તેજી આવી છે.

હવે શું થશેઃ

એક્સપર્ટનું કહેવું છે કે, આ ઓફર બાદ Yes Bankને શેરધારકો અને રોકાણકારોની મંજૂરી લેવી પડશે. સાથે તમામ રેગ્યૂલેટરી એટલે કે SEBI અને RBIની પણ મંજૂરી લેવી પડશે.

તમને જણાવી દઈએ કે, લગભગ 15 વર્ષ પહેલા શરૂ થયેલી Yes Bank સંકટમાંથી પસાર થઈ રહી છે. માત્ર એક વર્ષમાં Yes Bankના રોકાણકારોએ 90 ટકાથી વધારેનું નુકશાન સહન કર્યું છે. તેના શેર પણ 400 રૂપિયાથી નીચે આવી 40 રૂપિયાના સ્તર પર આવી ગયા હતા. આ દરમ્યાન બેન્કના માર્કેટ કેપમાં પણ 70 હજાર કરોડ રૂપિયાથી વધારે ઘટાડો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp