બજાર માટે વધુ એક ડરાવનો દિવસ, સેન્સેક્સ 2000 અંક તૂટ્યો, નિફ્ટી 8 હજારની નીચે

PC: businesstoday.in

કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ પણ ડરાવનો સાબિત થતો દેખાઈ રહ્યો છે. ગુરુવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1600 અંક નીચે આવી ગયો, જ્યારે નિફ્ટીમાં પણ 300 અંક કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો.

થોડી મિનિટોમાં જ સેન્સેક્સનો આ ઘટાડો 2000 અંક સુધી પહોંચી ગયો અને તે 26 હજાર અંકની નીચે આવી ગયો. જો નિફ્ટીની વાત કરીએ તો તે 575 અંકના નુકસાનની સાથે 7890 અંક પર પહોંચી ગયો. જોકે, બાદમાં બજારમાં નિચલા સ્તરથી રિકવરી જોવા મળી. કારોબાર શરૂ થવાના 1 કલાક બાદ એટલે કે 10.15 વાગ્યે સેન્સેક્સ 1440 અંકના ઘટાડા સાથે 27400ને પાર ટ્રેડિંગ કરી રહ્યો હતો.

શેરબજાર શરૂ થવાના 15 મિનિટોમાં BSE ઈન્ડેક્સ પર તમામ શેર રેડ ઝોનમાં હતા. આ દરમિયાન બજાજ ફાયનાન્સ, ઈંડસઈંડ બેંક અને એચસીએલ સૌથી વધુ નુકસાનમાં હતા. જણાવી દઈએ કે, અફવાને કારણે ગત બુધવારે ટ્રેડિંગ દરમિયાન ઈંડસઈંડ બેંકના શેર આશરે 33 ટકા સુધી નીચે આવી ગયો હતો. આ દરમિયાન સૌથી ઓછું નુકસાન કરનારા શેરોમાં પાવરગ્રિડ, સનફાર્મા, એનટીપીસી, ઈન્ફોસિસ રહ્યા.

ડૉલરની સરખામણીમાં રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર ચાલ્યો ગયો. ડૉલરની સરખામણીમાં રૂપિયો આજે 69 પૈસાના ઘટાડા સાથે 74.95ના સ્તર પર ખુલ્યો. જ્યારે, ડૉલરની સરખામણીમાં રૂપિયો બુધવારે 74.26ના સ્તર પર બંધ થયો હતો.

આ અઠવાડિયે અત્યારસુધીમાં સેન્સેક્સ 5000 અંક કરતા વધુ તૂટી ચુક્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તે 1500 અંક કરતા વધુ નીચે આવી ચુક્યો છે. જણાવી દઈએ કે, બુધવારે સેન્સેક્સ 1709.58 અંક એટલે કે 5.59 ટકા ઘટીને 28869.51 અંક પર બંધ થયો. જો નિફ્ટીની વાત કરીએ તો તે 425.55 અંક એટલે કે 4.75 ટકાના ઘટાડા સાથે 8541.50ના અંક પર રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp