ન ગૂગલ, ન એપલ અને ન અલીબાબા- આ છે દુનિયાની સૌથી મોટી કંપની

PC: thehindubusinessline.com

સાઉદી અરબની તેલ કંપની અરામકો બુધવારે 1.9 ટ્રિલિયન ડૉલરની ટ્રેડિંગની સાથે દુનિયાની સૌથી મોટી કંપની બની ગઈ છે. અરામકો દુનિયામાં સૌથી વધારે નફો કરનારી કંપની છે.

ગયા મહિને જ અરામકોએ શેર બજારમાં આવવા માટે IPO(ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ) જાહેર કર્યા હતાં. આ IPO દ્વારા અરામકોએ 25.60 અબજ ડૉલર ભેગા કર્યા છે.

કમાણીના મામલે સાઉદી અરામકોએ ટેક્નોલોજીની દુનિયામાં સૌથી મોટી કંપની એપલ અને ફેસબુકને પણ પછાડી દીધી છે. અરામકો એમેઝોન અને ગૂગલની માલિકીવાળી આલ્ફાબેટથી બે ગણી મોટી છે. એટલું જ નહિ, અન્ય પાંચ લિસ્ટેડ કંપનીઓને જોડી દઈએ તો તેમની તુલનામાં પણ અરામકો ઘણી મોટી કંપની છે.

અરામકોનું કેટલું છે મહત્ત્વઃ

અરામકો સાઉદીના શાહી પરિવારની માલિકીવાળી કંપની છે. અરામકોનો IPO મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030ના પ્રોગ્રામનો ભાગ છે. મોહમ્મદ બિન સલમાન સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ છે. આ IPO હેઠળ મોહમ્મદ બિન સલમાન સાઉદીને તેલ પર આધાર રાખનારી અર્થવ્યવસ્થામાંથી બહાર નીકાળવા માગે છે. એ જ કારણ છે કે સાઉદીમાં અરામકો શાહી પરિવાર માટે એક તેલ કંપનીથી વધારે મહત્ત્વ ધરાવે છે.

અરામકોની સ્થાપના અમેરિકન તેલ કંપનીએ કરી હતી. અરામકો એટલે કે ‘અરબી અમેરિકન ઑયલ કંપની’નું સાઉદીએ 1970ના દશકામાં રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું.

રિલાયન્સથી 13 ગણી મોટીઃ

ભારતમાં રિલાયન્સ સૌથી મોટી કંપની છે જેનું બજારમાં પૂંજીકરણ લગભગ 9.90 ટ્રિલિયન(લાખ કરોડ) રૂપિયા છે. એ હિસાબે સાઉદીની અરામકો રિલાયન્સથી 13 ગણી મોટી કંપની છે. જેનું વેલ્યુએશન જો રૂપિયામાં કરવામાં આવે તો લગભગ 133 લાખ કરોડ રૂપિયા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp