અનિલ અંબાણીની આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 80 દિવસમાં 10 ગણા થયા રૂપિયા

PC: gstatic.com

અનિલ અંબાણી ગ્રુપની આ કંપનીએ પાછલા 80 દિવસોમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જેણે પણ આજથી અઢી મહિના પહેલા આ કંપનીના શેરમાં રોકાણ કરેલું, તેના રૂપિયા આજે 10 ગણા થઈ ગયા છે.

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ નેવલના શેરોમાં સપ્ટેમ્બર પછી અત્યાર સુધીમાં લગભગ 1000 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ કંપની આખા ગ્રુપ માટે આશાનું કિરણ લઈને આવી છે. કારણ કે કેન્દ્ર સરકાર તરફથી કંપનીને રક્ષા ક્ષેત્રમાં ઘણાં કરારો મળવાની આશા છે.

9 સપ્ટેમ્બર પછી કંપનીના શેરમાં સતત તેજી દેખાઈ રહી છે. 9 સપ્ટેમ્બરના રોજ BSEમાં શેર 73 પૈસા પર બંધ થયો હતો, તે જ એક શેરની 26 નવેમ્બરે કિંમત 7.67 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અને 7.31 રૂપિયે શેર બંધ થયો છે. રિલાયન્સ નેવલના શેરમાં આ તેજીનો સૌથી લાંબો સમય છે. 2009માં શેરની લિસ્ટિંગ થઈ હતી.

જાણકારો કહે છે કે, કંપનીની આર્થિક સ્થિતિ હજુ પણ દયનીય છે. પણ કંપનીને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા રક્ષા ક્ષેત્રમાં ઘણાં કરારો મળવાની આશા છે. કદાચ એટલે જ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અબજો રૂપિયાના કરારો ઘણી કંપનીઓથી કરવાની છે. અને તે લિસ્ટમાં અનિલ અંબાણીની આ કંપની પણ છે. જોકે, રિલાયન્સ ગ્રુપની ખરાબ સ્થિતિને કારણે કદાચ આવું નહિ પણ બને.

બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર, રિલાયન્સ નેવલના ફન્ડામેન્ટલમાં કોઈ ફેરફાર થયો નથી. કંપની ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. રિલાયન્સ નેવલના શેરમાં જે પણ કારણે ઉછાળો આવ્યો હોય પણ અનિલ અંબાણી માટે તે મહત્ત્વનો છે.

તો બીજી બાજુ રાષ્ટ્રીય કંપની કાયદો અને નાદારી ઓથોરિટી(National Company Law and Bankruptcy Authority) રિલાયન્સ નેલવ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવા પર વિચારી રહી છે. કારણ કે બેંકોએ કંપનીના દેવાની રિસ્ટ્રક્ચરિંગની ના પાડી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp