IRCTCના શેર ખરીદનારાઓ એક જ દિવસમાં થયા માલામાલ, જાણો કેટલો થયો ફાયદો

PC: cdn.zeebiz.com

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના શેર ખરીદનારા સોમવારે માલામાલ થયા હતા. IRCTCના શેરબજારમાં બમ્પર લિસ્ટિંગ છે. કંપનીનો શેર બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)પર 101.25 ટકા અને નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર 95.62 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. આ શેર BSE પર 644 રૂપિયા અને એનએસઇ પર 626 રૂપિયા પર લિસ્ટેડ છે. IPOની ઇશ્યૂ પ્રાઇસ શેર દીઠ 315-320 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ પહેલા IPOએ 112 વખત સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું, ત્યારબાદ બમ્પર લિસ્ટિંગની અપેક્ષા રાખવામાં આવી હતી.

IRCTCના IPO માટેનો ભાવ બેન્ડ શેર દીઠ 315-320 રૂપિયા નક્કી કરાયો હતો. આઇપીઓ 30 સપ્ટેમ્બરના રોજ ખોલ્યો અને 3 ઓક્ટોબરે બંધ થયો હતો. IRCTC દેશના સ્ટેશનો અને ટ્રેનોમાં કેટરિંગ સેવાઓ, ઓનલાઇન રેલવે ટિકિટ બુકિંગ સુવિધા અને પીવાના પાણી જેવી સુવિધા પ્રદાન કરે છે.
ટ્રેડિંગ દરમિયાન IRCTCનો શેર રૂ. 698 ની  ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે. શેર હાલમાં પ્રાઇસ બેન્ડની ઉપર 118.12 ટકાની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.

IRCTCની આઈપીસી રોકાણકારોએ લીધી હતી. તેને 112 વખત સબ્સ્ક્રિપ્શન્સ મળ્યાં છે. IRCTC દ્વારા વેચવા માટે રાખવામાં આવેલા 2 કરોડ શેરના બદલામાં 25 કરોડ શેર માટે બિડ મળી હતી. સંસ્થાકીય ખરીદદારોની શ્રેણીમાં 108.79 વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું, બિન-સંસ્થાકીય રોકાણકારોના કિસ્સામાં 354.52 વખત અને છૂટક રોકાણકારોના કિસ્સામાં તે 14.65 ગણો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp