નવા વર્ષે શુભ શરૂઆતઃ ડૉલરની સામે રૂપિયો મજબૂત

PC: hindustantimes.com

નવા વર્ષના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી જોવા મળી હતી. જ્યારે વૈશ્વિક બજારમાં ડૉલર સામે રૂપિયો મજબૂત થયો છે. બુધવારે શરૂ થયેલા વ્યાપારમાં અમેરિકાના ડૉલર સામે રૂપિયો સાત પૈસાથી વધીને 71.29 રૂપિયા પ્રતિ ડૉલર સાથે મજબૂત રહ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે વ્યાપાર સમજુતીને લઈને સકારાત્મક વલણ જોવા મળ્યું છે. તેથી વૈશ્વિક સ્તર પર રોકાણકારોની આશા ફરી જીવંત થઈ છે. વ્યાપારીઓએ જણાવ્યું હતું કે, કાચા તેલની કિંમતમાં રાહત અને શેર માર્કેટમાં સારી એવી શરૂઆતને કારણે રૂપિયાને વેગ મળ્યો છે. આંતર બેન્ક વિદેશી મુદ્રા માર્કેટમાં રૂપિયો અમેરિકાના ડૉલર સામે શરૂઆતમાં 71.30 રૂપિયા રહ્યો હતો. પછી તે 71.29 રૂપિયાએ સ્થિત થતા બંધ થયો હતો. જે અગાઉના દિવસના બજાર બંધના સમયે સાત પૈસાથી મજબૂત થયો હતો.

મંગલવારે રૂ.71.36 સાથે રૂપિયો બંધ થયો હતો. વ્યાપારીઓએ ઉમેર્યું હતું કે, અમેરિકા-ચીન વ્યાપાર સમજુતીની પોઝિટિવ અસર જોવા મળી રહી છે. તેથી રૂપિયો મજબૂત થયો છે. આવતા મહિને ચીન અને અમેરિકાની વ્યાપાર સમજુતીને લીલી ઝંડી મળે શકે એમ છે. જે વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કરી હતી. આંતરરાષ્ટ્રીય ખનિજ તેલ વ્યાપારમાં કાચા તેલના ભાવમાં 1 ટકાથી ધટાડો નોંધાયો છે. જેથી 66 ડૉલર પ્રતિ બેરલનો ભાવ સામે આવ્યો છે. જેની સીધી અસર તેલ માર્કેટ પર પડી રહી છે. શેર માર્કેટના આકડાકીય રિપોર્ટ અનુસાર વિદેશી રોકાણકારોએ મંગળવારે 1265 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું છે.

જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે નિષ્ણાંતોએ કહ્યું હતું કે, રોકાણની સાથોસાથ લોકોને મળનારા કામને પણ વેગ આપવો જોઈએ. જેથી લોકો પાસે કામ હશે તો તેઓ માર્કેટમાં આવવા માટે પ્રેરાશે. ખાસ કરીને કોમોડિટીના ભાવ અને ઓટો સેક્ટરમાં મંદીના મારથી આ વર્ષે ઊભા થવાના એંધાણ છે. કારણ કે, વર્ષના પ્રથમ દિવેસ જ સારી એવી શરૂઆત થઈ છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ સ્થિર રહ્યા છે. એમાં પણ બે દિવસથી કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp