સરકાર IRCTCમાં વેચશે પોતાની 15થી 20 ટકાની હિસ્સેદારી, 2 દિવસમાં 7 ટકા તૂટ્યો શેર

PC: assettype.com

કેન્દ્ર સરકારની યોજના ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન(IRCTC)માં વેચાણની રજૂઆતના માધ્યમે પોતાના 15થી 20 ટકાની હિસ્સેદારી વેચવાની છે. આ ખબરની વચ્ચે IRCTCના શેર 4 ટકા સુધી તૂટી ગયા છે. અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે IRCTCના શેર 1330 રૂપિયાના સ્તરે કારોબાર કરતા દેખાયા. આ પહેલા મંગળવારે IRCTCના શેર 2.57 ટકા ઘટીને 1378.05 રૂપિયા પર બંધ થયા હતા. એ હિસાબે કુલ બે દિવસોમાં 7 ટકા સુધી શેર ભાવ તૂટ્યા છે. માર્કેટ કેપની વાત કરીએ તો 21 હજાર કરોડ રૂપિયાના સ્તરે છે.

અરજી આમંત્રિત કરવા માટે ટેન્ડર બહાર

નાણા મંત્રાલયનો દીપમ વિભાગ અરજી આમંત્રિત કરવા માટે ટેન્ડર બહાર પાડી ચૂક્યા છે. તેના માટે 10 સપ્ટે-20 સુધી બોલીઓ આમંત્રિત કરી છે. પણ તેમાં એવું જણાવવામાં આવ્યું નથી કે IRCTCની કેટલી હિસ્સેદારી વેચવાની છે. જોકે, વિભાગની 4 સપ્ટેમ્બરના રોજ સંભાવિત બોલીદાતાઓની સાથે એક બોલી પૂર્વ બેઠક પણ થઇ છે.

દીપમે ત્યાર પછી સંભાવિત બોલીદાતાઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલો પર પોતાના જવાબ વેબસાઇટ પર નાખી દીધા છે. હિસ્સેદારીના વેચવા અંગે દીપમે કહ્યું, સાંકેતિક ટકાવારી 15થી 20 ટકા સુધી છે. જણાવી દઇએ કે સરકારની હાલમાં IRCTCમાં 87.40 ટકાની હિસ્સેદારી છે. સેબીના સાર્વજનિક હોલ્ડિંગના નિયમનું પાલન કરવા માટે સરકારે પોતાની હિસ્સેદારી 75 ટકા લાવવાની રહેશે.

IRCTCમાં હિસ્સેદારી ઓફર ફોર સેલના માધ્યમે વેચવામાં આવશે. શેર બજારમાં શ્રેણીબદ્ધ કંપનીઓના પ્રમોટર્સ પોતાની હિસ્સેદારી ઓછી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. સેબીના નિયમો અનુસાર જો કંપની OAFS બહાર પાડવા માગે છે તો તેણે ઈશ્યૂના બે દિવસ પહેલા તેની સૂચના સેબીની સાથે સાથે NSE અને BSEને આપવાની રહે છે. ત્યાર પછી ઈન્વેસ્ટર્સ એક્સચેન્જને જાણકારી આપીને આ પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે. રોકાણકારો પોતાની બોલી દાખલ કરે છે. ત્યાર પછી કુલ બોલીઓની પ્રસ્તાવોની ગણના કરવામાં આવે છે. તેનાથી જાણ થાય છે કે ઈશ્યૂ કેટલું સબ્સક્રાઈબ થયું છે. ત્યાર પછી પ્રકિયા પૂરી થવા પર સ્ટોક્સનું અલોટમેન્ટ થાય છે.

રોજ IRCTCની વેબસાઇટ પર 7 કરોડથી વધુ લોકો લોગ વિઝિટ કરે છે

શેર બજારમાં IRCTCની એન્ટ્રી ઓક્ટોબર 2019માં થઇ હતી. કોર્પોરેશનનો શેર 320 ઈશ્યૂ પ્રાઈસની સરખામણીમાં 626 રૂપિયાના ભાવે લિસ્ટ થયો. આજે કોર્પોરેશનનો શેર બોમ્બે સ્ટોક એક્સેચેન્જ પર 2.57 ટકા ગગડીને 1378.05 રૂપિયા પર બંધ થયો. કોર્પોરેશન રેલવેમાં કેટરિંગ સર્વિસ આપે છે. તેની સાથે જ ઓનલાઇન ટિકિટ બુકિંગ અને પેકેડ વોટર વેચે છે. IRCTC એશિયા-પેસિફિકની વ્યસ્તતમ વેબસાઈટમાં સામેલ છે. જેના દ્વારા દર મહિને 2.5-2.8 કરોડ રૂપિયાની ટિકિટનું વેચાણ થાય છે. રોજ તેની વેબસાઇટ પર 7 કરોડથી વધારે લોકો લોગ વિઝિટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp