રોહિત શર્માની દીકરીએ કોપી કરી બુમરાહની બોલિંગ એક્શન, MIએ શેર કર્યો વીડિયો

PC: cricketaddictor.com

ચીનથી ફેલાયેલો કોરોના વાયરસના પ્રકોપથી બચવાના ઉપાય તરીકે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને એવામાં ક્રિકેટર એકબીજા સાથે વીડિયો ચેટ કરી રહ્યા છે. લિમિટેડ ઓવરોમાં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહની એવી જ વીડિયો ચેટની એક ક્લિપ મુંબઈ ઈન્ડિયન્સના આધિકારિક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. તેમાં રોહિત શર્માની દીકરી સમાયરા હસતા-હસતા બુમરાહની બોલિંગ એક્શનની કોપી કરતી દેખાઈ રહી છે. IPLમાં રોહિતની કેપ્ટનશિપવાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાંથી જ બુમરાહ પણ રમે છે. બંને ટીમ ઈન્ડિયામાં પણ સાથી ક્રિકેટર છે. રોહિત અને બુમરાહે એક વીડિયો ચેટ કરી જેની એક નાનકડી ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. 

View this post on Instagram

Exclusive: Even Samaira loves to imitate Bumrah's action! 💙😋 . #OneFamily @rohitsharma45 @jaspritb1

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

વીડિયોમાં રોહિત પોતાની એક વર્ષની દીકરીને બોલાવે છે, જે તેની પત્ની રિતિકાના ખોળામાં હોય છે. તે કહે છે, જો કોઈની એક્શનની નકલ સમાયરાએ કરી છે તો તે બુમરાહ છે. દરમિયાન રિતિકા જ્યારે સમાયરાને બોલ કહે છે, તો તે બોલિંગ એક્શનમાં હાથ ફેરવે છે અને હસવા માંડે છે.

બુમરાહ આગળ કહે છે, સમાયરાની ચોઈસ સારી છે, તેણે બોલિંગ એક્શન માટે સારો બોલર પસંદ કર્યો છે.

આ નાનકડી વીડિયો ક્લિપને એક કલાકમાં જ આશરે દોઢ લાખવાર જોવામાં આવી ચુકી છે. આ પહેલા પણ બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરનારી એક બાળકીનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ અગાઉ રોહિત શર્માની દીકરીનો બુમરાહની બોલિંગ એક્શનની કોપી કરતો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. શુક્રવાર એટલે કે 3 એપ્રિલના રોજ જસપ્રીત બુમરાહે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

View this post on Instagram

I think she does it better than me @rohitsharma45 @ritssajdeh ! I can safely say I am a bigger fan of hers than she is of me. 😇

A post shared by jasprit bumrah (@jaspritb1) on

આ વીડિયોને રોહિતની પત્ની રિતિકા સજદેહે શૂટ કર્યો છે. બુમરાહએ આ વીડિયો ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, તે સમાયરાનો જેટલો મોટો ફેન છે, તેટલી મોટી ફેન સમાયરા તેની નહીં હશે. વીડિયોમાં રીતિકા સમાયરાને કહે છે, સેમી બૂમ-બૂમ શું કરે છે. ત્યારબાદ સમાયરા બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી દેખાય છે. બુમરાહે આ વીડિયો શેર કરતા લખ્યું, રોહિત શર્મા અને રિતિકા સજદેહ મને લાગે છે કે, તે મારા કરતા વધુ સારી રીતે કરી લે છે. હું એ કહી શકું છું કે હું તેનો વધુ મોટો ફેન છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp