દિલ્હી સામેની મેચ પહેલા CSKને મોટો ફટકો, આ ધાકડ બેટ્સમેન થયો બહાર

PC: tosshub.com

મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સને મોટો ફટકો પડ્યો છે. શુક્રવારે એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ દિલ્હી કેપિટલ્સની સાથે થનારી મેચ પહેલા ચેન્નઇ સુપક કિંગ્સનો ધાકડ બેટ્સમેન મેચમાંથી બહાર થઇ ગયો છે. આ વાતની જાણકારી ચેન્નઈ સુપરકિંગ્સના મેનેજમેન્ટ તરફથી આપવામાં આવી છે. સીઝનની પહેલી જ મેચમાં આ ધાકડ બેટ્સમેને વિનિંગ ઈનિંગ રમી હતી અને ચેન્નઇને જીત અપાવી હતી.

25 સપ્ટેમ્બર શુક્રવારના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પછી ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સને આરામ મળશે. કારણ કે 25 સપ્ટેમ્બર પછી ચેન્નઇની ચોથી મેચ 2 ઓક્ટોબરના રોજ થશે, જેમાં ચેન્નઇનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદથી થશે.

ખેર, શુક્રવારે દિલ્હી કેપિટલ્સની સાથે થનારી મેચ પહેલા ચેન્નઇનો ધાકડ બેટ્સમેન અંબાતિ રાયડૂ મેચમાંથી બહાર થઇ ગયો છે. રાયડૂએ પહેલી મેચમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 48 બોલમાં ધમાકેદાર 71 રનની ઈનિંગ રમી હતી. જોકે, ઈજાગ્રસ્ત હોવાના કારણે રાયડૂ રાજસ્થાન રોયલ્સ સામેની બીજી મેચમાં નહોતો રમી શક્યો. આ મેચમાં ધોની બ્રિગેડે 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં વધુ એક મેચમાં તેની ગેરહાજરી યેલ્લો આર્મી માટે મુશ્કેલી બની શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓએ જણાવ્યું કે રાયડૂ વધુ એક મેચ રમી શકશે નહીં. તેમણે કહ્યું કે, અંબાતિ રાયડૂ હાલમાં હેમસ્ટ્રિંગ ઈંજરીથી સામનો કરી રહ્યો છે અને એ નક્કી છે કે તે વધુ એક મેચ રમી શકશે નહીં. પણ ત્યાર પછી રાયડૂ સંપૂર્ણ રીતે સાજો થઇ જશે અને ફરી યેલ્લો આર્મીમાં પરત આવી જશે.

મુંબઈ સામેની મેચમાં મેચ વિનિંગ ઈનિંગ રમી હતી

પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે અંબાતિ રાયડૂએ ફાફ ડુ પ્લેસિસની સાથે મળીને 115 રનોની ભાગીદારી કરી અને 71 રનની ઈનિંગથી ટીમને જીત અપાવી હતી. જેમાં રાયડૂનો અગત્યનો ફાળો હતો. એવામાં સારા ફોર્મમાં રહેનારા રાયડૂના ટીમમાં ન હોવાના કારણે ચેન્નઈના મિડલ ઓર્ડર પર અસર થશે. ચેન્નઈ 19 સપ્ટેમ્બરથી એક અઠવાડિયા સુધી સતત 3 મેચો રમશે. જેમાંથી બે મેચો પહેલાથી જ રમાઇ ગઇ છે. એવામાં આજે એટલે કે શુક્રવાર 25 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સામેની મેચમાં યેલ્લો બ્રિગેડ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp