સ્ટીવ સ્મિથે જણાવ્યું હારનું કારણ, બોલ્યો- આવું નહિ થતે તો મેચ જીતી શકતા હતા

PC: tosshub.com

ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની રાજકોટમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા 36 રનોથી હારી ગયું હતું. ટોસ હારતા ભારતે પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા. 341 રનના લક્ષ્યનો પીછો કરતી ઓસ્ટ્રેલિયા 304 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, 3 મેચોની સીરિઝ 1-1થી બરોબરી થઈ ગઈ છે.

હાર બાદ સ્મિથે કહ્યું કે, અમે ત્યારે જ મેચ ગુમાવી દીધી જ્યારે અમે 30 થી 40 ઓવરની વચ્ચે 3 વિકેટ ગુમાવી દીધી. અમારી પાસે કોઈ એવો બેટ્સમેન ન હતો કે જે ઝડપથી રન બનાવી શકે. જો અમારી પાસે કોઈ એવો બેટ્સમેન હોત જે ક્રિઝ પર ટકી રહેતે તો વસ્તુ અલગ રહેતે, પણ અમે ત્યાં જ મેચ ગુમાવી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ 30 થી 40 ઓવરની વચ્ચે 3 વિકેટ ગુમાવી દીધી. માર્નસ લાબુશેન 31મી ઓવરમાં ઓઉટ થયો જ્યારે ચાઈનામેન કુલદીપ યાદવે 38મી ઓવર પહેલા એલેક્સ કેરી અને સ્મિથને આઉટ કરીને મેચનો પાસો પલટી દીધો હતો.

સ્મિથે કહ્યું, માર્નસે વનડે ક્રિકેટમાં તેની પહેલી ઈનિંગમાં સારી બેટિંગ કરી. અમે સારા શોટ લગાવી રહ્યા હતા. ત્યારે રન પણ સારા બની રહ્યા હતા. પણ 30 થી 40 ઓવરની વચ્ચે 3 વિકેટ ગુમાવતા અમને મોટો ઝટકો લાગ્યો.

સ્મિથે કહ્યું કે, ભારતની જીતમાં મિડલ ઓર્ડરની ભાગીદારી અગત્યની રહી. અમે વનડે મેચ માટે અમારી સામાન્ય રણનીતિ અપનાવી. બોલિંગ કરતા અમારી રણનીતિ વિકેટ લેવાની અને રનની ગતિ પર અંકુશ લગાવવાની હતી. નિશ્ચિત રીતે ભારતીય ટીમે સારુ પ્રદર્શન કર્યું. વિરાટ, શિખર અને રાહુલે વાસ્તવમાં સારી બેટિંગ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp