વર્લ્ડ કપના 9 વર્ષ બાદ સચિનનો ખુલાસોઃ સેહવાગ દ્વારા મોકલ્યો હતો ધોની માટે મેસેજ

PC: cineriser.com

તા. 2 મે ના રોજ ભારત વિશ્વકપ જીત્યું તેને 9 વર્ષ પૂરા થયા છે. સમગ્ર દુનિયાને મહેન્દ્રસિંહ ધોનીનો વિશ્વકપ 2011માં શ્રીલંકાની ટીમ સામે મારેલો વિનિંગ શૉટ યાદ છે. આ પ્રસંગને યાદ કરીને સિનિયર ક્રિકેટર સચિન તેંદુલકરે શનિવારે જણાવ્યું હતું કે, ધોનીને ફાઇનલમાં બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરીને ઉપર આવવાની સલાહ સચિને આપી હતી. સચિને કહ્યું હતું કે, ભારતીય કેપ્ટન તરીકે બેસ્ટ પર્ફોમ કરી રહેલા ઘોનીને યુવરાજસિંહના સ્થાને 5મા ક્રમે બેટિંગ માટે ઊતરવાની સલાહ આપી હતી.

આવું એટલા માટે કારણ કે, જમણા અને ડાબા હાથેથી રમતા બેટ્સમેનથી સંતુલન જળવાય રહે. સચિનને લાગ્યું કે, શ્રીલંકાની ટીમમાં બે શાનદાર સ્પીનર સાથે આગળ વધશે. તેથી બેટિંગમાં કોમ્બિનેશન જાળવવું અત્યંત જરૂરી છે. સચિને કહ્યું કે, ગૌતમ બેસ્ટ પર્ફોમ કરી રહ્યો હતો. ધોની જેવો બેટ્સમેન સ્ટ્રાઈકરને સતત બદલી શકે એમ હતો. સચિને એક મીડિયા રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું કે, મે વીરું ને કહ્યું કે, તું ઓવરની વચ્ચે જઈને માત્ર એ વાત ધોનીને સ્પષ્ટ રીતે સમજાવી દેજે, પણ બીજી ઓવર શરૂ થાય એ પહેલા પરત આવી જજે. હું અહીથી હલીશ પણ નહીં. જ્યારે ધોની આવ્યો ત્યારે મે એમને આ યોજના પર વિચાર કરવા માટે કહ્યું. ધોનીએ કોચ ગેરી કર્સ્ટનને કહ્યું અને અમે ચારેય લોકો આ મુદ્દે ચર્ચા કરી. અંતે ધોની રાજી થયો અને મેચ પણ જીતી શકાયો. લક્ષ્યને પાર કરવા માટે ગંભીરનું પર્ફોમન્સ સારૂ રહ્યું હતું.

Full Scorecard of India vs Sri Lanka, World Cup, Final - Score ...

તેણે અમને સપોર્ટ કર્યો અને ધોનીએ એ વાત માનીને મેચ પૂર્ણ કર્યો. વર્ષ 2011 વિશ્વકપ ફાઈનલમાં શ્રીલંકાએ ભારત સામે 275 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ આ મેચમાં 79 બોલમાં 91 રન ફટકાર્યા હતા અને અણનમ રહ્યો હતો. અંતે એક વિનિંગ શોટ મારીને તેણે મેત જીતાડી હતી. 28 વર્ષ બાદ ભારત વિશ્વવિજેતા બન્યું હતું. ગૌતમ ગંભીરે 122 બોલમાં 97 રન ફટકાર્યા હતા. મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર રહ્યો છે. IPLમાં તે જોવા મળશે એવી આશા સાથે ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે. પણ કોરોના વાયરસને કારણે આ ટુર્નામેન્ટ પણ હાલ રદ્દ કરવામાં આવી છે. આ વાત ક્રિકેટ બોર્ડે પણ કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp