યોયો ટેસ્ટ, ફિટનેસ, દિલ્હીના છોલે ભટૂરે...PM મોદીએ કોહલીને કર્યા આ સવાલો

PC: googleusercontent.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફિટ ઈન્ડિયા સંવાદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ અને તેના રૂટીનને લઇ વાત કરી. જેમાં કોહલીએ દિલ્હીના છોલે ભટૂરે અને યો યો ટેસ્ટ વિશે પણ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ પૂછ્યું- વિરાટનું ફિટનેસ રૂટીન

પ્રધાનમંત્રી મોદીએ ફિટનેસ રૂટીન વિશે પૂછ્યું તો વિરાટે કહ્યું, મને એક મોટો ફેરફાર જોવા મળ્યો, જે પેઢીમાં અમે રમવાનું શરૂ કર્યું તે સમયમાં ફિટનેસને લઇ ઘણી બાબતો બદલાઇ. આપણને પોતે થવું જોઇએ કે બદલવું શું છે. પહેલા રમતને સારી કરવા માટે ફિટનેસ સેશન શરૂ કર્યા પણ હવે જો પ્રેક્ટિસ મીસ થઇ જાય તો ખરાબ લાગતું નથી. પણ જો ફિટનેસ સેશન મીસ થઇ જાય તો ખૂબ જ ખરાબ લાગે છે.

દિલ્હીના છોલે ભટૂરે ન ખાવાનું દુઃખ?

વિરાટને પ્રધાનમંત્રીએ હસતા પૂછ્યું કે દિલ્હીના છોલે ભટૂરે ન ખાવાનું દુઃખ થાય છે. તો વિરાટે કહ્યું કે, મેં મારી નાનીને જોયા જેઓ ઘરનું ભોજન કરતા હતા અને સ્વસ્થ રહેતા હતા. આ પહેલા જ્યારે હું તાલીમ કરતો, ત્યારે બહારનુ ભોજન ખૂબ ખાતો હતો. પણ હવે ઘણી બાબતો બદલાઇ છે. મને ત્યાર પછી ધ્યાન થયું કે ફિટનેસને લઇ કામ કરવાની જરૂર છે. કારણ કે જો તમે ફિટ થશો નહીં તો અમુક બાબતો કરી શકશો નહીં.

PM મોદી- યોયો ટેસ્ટ કેપ્ટને કરવી પડે છે?

વિરાટે કહ્યું, આ એક ફિટનેસ લેવલની ટેસ્ટ હોય છે. હું સૌથી પહેલા ભાગું છું અને એ નક્કી છે કે જો તે ટેસ્ટમાં હું ફેલ થઇશ તો ટીમથી બહાર થવું પડશે. એક ટેસ્ટ બોલર માટે ફિટ રહેવું ખૂબ જરૂરી હોય છે. પહેલા અમારી ફિટનેસ સારી નહોતી પણ આજની તારીખમાં અમારી ટીમ ખાસ્સી ફિટ છે.

પ્રધાનમંત્રીએ દિગ્ગજ ખેલાડીઓ સાથે વાત કરી

વિરાટ કોહલી ઉપરાંત પેરાઓલંપિયન દેવેન્દ્ર ઝાઝરિયાએ પણ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી. આ ઓનલાઇન કોન્ફરન્સમાં વિરાટ અને દેવેન્દ્ર ઉપરાંત મોડલ, રનર, એક્ટર મિલિંદ સોમન, ન્યૂટ્રીશનિસ્ટ રુજુતા દિવેકરે પણ ભાગ લીધો. બધાએ ફિટનેસને લઇ પોતાની જર્ની અને પ્રધાનમંત્રીના સ્વસ્થ જીવનના ગુણો પર પોતાના વિચાર રજૂ કર્યા અને અમુક સૂચનો પણ આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp