કોરોના વાયરસના કારણે આ ક્રિકેટરોએ પોતાના લગ્ન રાખ્યા મોકૂફ

PC: tosshub.com

કોરોના વાયરસનો કહેર આખી દુનિયા પર તૂટી પડ્યો છે. કોરોનાના કારણે ક્રિકેટ ટૂર્નામેન્ટ રદ્દ થઈ રહી છે. તો બીજી તરફ ક્રિકેટરોએ પણ આ ખતરાને કારણે પોતાના લગ્નને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કોવિડ-19ના કારણે ઓસ્ટ્રેલિયાના 8 ક્રિકેટરોએ પોતાના લગ્ન ટાળવાનો નિર્ણય લીધો. સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર લિજેલે લીએ પોતાની મહિલા પાર્ટનર તાન્ઝાની સાથે લગ્નને થોડા સમય માટે ટાળી દીધા છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ ઝામ્પાએ પણ વાયરસના જોખમને જોતા પોતાના લગ્ન ટાળી દીધા છે. રિપોર્ટ અનુસાર, ફાસ્ટ બોલર જેકશન બર્ડ, ડાર્સી શૉર્ટ, મિશેલ સ્વેપ્સન, એલિસ્ટર મેકડરમૉટ, એન્ડ્રયૂ ટાઈ, જેસ જોનાસન, ગ્લેન મેક્સવેલ, પેટ કમિંસ અને કેટલિન ફ્રેટ એવા ક્રિકેટર્સ છે, જેમણે પોતાના લગ્નને પોસ્ટપોન કરવાનો વિચાર કર્યો છે. 

View this post on Instagram

What an amazing day yesterday! Congratulations @steve_smith49 and @dani_willis thanks for letting us be part of it. #daniandsteve2018

A post shared by Pat Cummins (@patcummins30) on

જણાવી દઈએ કે, ક્રિકેટર્સ માટે એપ્રિલ મહિનો એવો હોય છે, જ્યાં ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચો પ્રમાણમાં ઓછી હોય છે, એવામાં ક્રિકેટર્સ પોતાની લાઈફના પર્સનલ ઈવેન્ટ્સને આ મહિનામાં જ રાખતા હોય છે. પરંતુ કોરોના વાયરસના કારણે ક્રિકેટર્સના પર્સનલ ઈવેન્ટ્સ પર પણ અસર પડી છે. ગ્લેન મેક્સવેલ, પેટ કમિંસે પોતાના લગ્નને થોડાં દિવસો માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, હાલમાં જ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેક્સવેલે ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ વિની રામનની સાથે ભારતીય પરંપરા અનુસાર, સગાઈ કરી હતી, જ્યારે પેટ કમિંસે હાલમાં જ પોતાની સગાઈની જાહેરાત કરી હતી. 

View this post on Instagram

A post shared by adam zampa (@zampstagram) on

જણાવી દઈએ કે, કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખ કરતા વધુ થઈ ગઈ છે, જ્યારે વાયરસના કારણે 59 હજાર કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. આ ઉપરાંત, ભારતની વાત કરીએ તો સંક્રમિત દર્દીઓની સંખ્યા 2900ને પાર પહોંચી ગઈ છે, જ્યારે તેના કારણે 68 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp