ધોની નહોતો ઈચ્છતો કે 2008મા કોહલી ટીમ ઈન્ડિયામાં રમે, જાણો કોણે કર્યો ખુલાસો

PC: orissadiary.com

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને હાલના સમયનો બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. તે એક પછી એક ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કરી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે, એક સમયે તેના સિલેક્શનથી 2008માં તત્કાલીન ભારતીય કેપ્ટન એમ. એસ. ધોની, કોચ ગૈરી કર્સ્ટન અને BCCI પ્રમુખ એન. શ્રીનિવાસન ખુશ નહોતો. આ વાતનો ખુલાસો એ સમયે સિલેક્શન ટીમના ચેરમેન રહેલા દિલીપ વેંગસકરે કર્યો છે.

તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, હું અને મારી સિલેક્શન પેનલે અંડર-23 ટીમના કેટલાક ખેલાડીઓને ટીમમાં લેવાનો નિર્ણય કર્યો હતો. તે જ સમયે ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. અમે 2008માં શ્રીલંકા પ્રવાસ માટે તેની પસંદગી કરી હતી. જોકે, અમારા નિર્ણયથી ટીમનો કેપ્ટન એમ. એસ. ધોની ખુશ નહોતો.

તેણે વધુમાં જણાવ્યું, ગૈરી કર્સ્ટન અને ધોનીએ વિરાટ માટે સ્પષ્ટ ના કહ્યું હતું. બંનેએ કહ્યું હતું કે, તેને રમતા નથી જોયો અને અમે જુની ટીમની સાથે જ શ્રીલંકા જઈશું. મેં તેમને જણાવ્યું હતું કે, મેં તે છોકરાને રમતા જોયો છે. આ છોકરાને ટીમમાં રાખવો જ જોઈએ. ત્યાં સુધી કે ધોની અને તત્કાલીન BCCI પ્રમુખ એન. શ્રીનિવાસને કહ્યું હતું કે, એસ. બદ્રીનાથે ટીમમાં હોવું જોઈએ. તેણે ડોમેસ્ટિકમાં સારું પ્રદર્શન કર્યું છે. એવુ જ થયુ પણ. જોકે, વિરાટને પણ શ્રીલંકા પ્રવાસ પર ટીમમાં જગ્યા મળી હતી.

વેંગસકરનું કહેવું છે કે, આ વાતથી નારાજ થઈને શ્રીનિવાસને તેના ચીફ સિલેક્ટરનો કાર્યકાળ જલદી સમાપ્ત કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ વનડે ડેબ્યૂ કર્યું હતું. તેણે 18 ઓગસ્ટ, 2008ના રોજ પોતાની પહેલી જ મેચમાં ઓપનિંગ કરતા 22 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા, જ્યારે એસ. બદ્રીનાથે બીજી વનડે એટલે કે 20 ઓગસ્ટે ડેબ્યૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp