કોહલીના મતે આ ખેલાડીને ટીમમાંથી બહાર કરવો મુશ્કેલ

PC: dawn.com

રાજકોટમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવી દીધું. ભારતની આ જીતમાં લોકેશ રાહુલ હીરો સાબિત થયો, જેણે 52 બોલમાં 80 રનની ઈનિંગ રમી અને ભારતના સ્કોરને 340 રન પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી.

બેટિંગની સાથે સાથે લોકેશ રાહુલે વિકેટકીપિંગમાં પણ કમાલ દેખાડી અને એક શાનદાર સ્ટમ્પિંગ પણ કરી. લોકેશ રાહુલને તેની જોરદાર બેટિંગ અને વિકેટકીપિંગ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો.

મેચ પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી લોકેશ રાહુલના પ્રદર્શનથી ખુશ નજર આવ્યો. કોહલીએ કહ્યું કે, લોકેશ રાહુલ એક ક્લાસ ખેલાડી છે. અને તેને ટીમમાંથી બહાર રાખવો મુશ્કેલ છે. આજે લોકેશ રાહુલે તેના પ્રદર્શન દ્વારા સાબિત કરી બતાવ્યું છે.

કોહલી કહે છે કે, લોકેશ રાહુલે જે રીતે બેટિંગ કરી તે શાનદાર હતી. તેની બેટિંગમાં મેચ્યોરીટિ હતી. લોકેશ રાહુલ ટીમ માટે મલ્ટી-ડાઈમેંશનલ ખેલાડી બની ગયો છે.

તેની સાથે સાથે કોહલીએ ધવનની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, ધવન ઘણાં સમયથી ઈજાગ્રસ્ત હતો. એવામાં તેના માટે આ બે વન-ડે ખાસ્સી મહત્ત્વની હતી. આ બંને મેચોમાં ધવને શ્રેષ્ઠ બેટિંગ કરી છે. ધવન મેચનો પાસો બદલવાની ક્ષમતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp