સાઉથ આફ્રિકાને 1 ઇનિંગ 137 રનથી હરાવી ભારતે ટેસ્ટ સીરિઝ જીતી, આ રહ્યા જીતના હીરો

PC: bcci.tv

પૂણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ સાઉથ આફ્રિકાના ખેલાડીઓને હંફાવી દીધા હતા અને 3 ટેસ્ટ મેચની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો હતો. ભારતે સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 137 રનથી હાર આપી હતી. આ જીતના હીરોની વાત કરીએ તો 254 રન બનાવનાર વિરાટ કોહલી, 108 રન બનાવનાર મયંક અગ્રવાલ, 6-6 વિકેટ લેનારા અશ્વિન અને ઉમેશ યાદવ રહ્યા હતા.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 5 વિકેટના નુકસાને 601 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી, જેમાં વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ તોડતા 254 રન ફટકારી દીધા હતા અને પહેલી ટેસ્ટમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલે આ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ 91 રન ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું.

ત્યાર બાદ સાઉથ આફ્રિકન ટીમ રમવા ઉતરી હતી, પરંતુ 275 રનમાં જ આખી ટીમ આઉટ થઇ ગઈ હતી અને ફોલોઅન આફ્રિકાને મળ્યું હતું. પહેલી ઇનિંગમાં સાઉથ આફ્રિકા તરફથી ફાફ ડુ પ્લેસીસે 64 રન અને કેશવ મહારાજે 72 રન ફટકાર્યા હતા. બીજી ઇનિંગમાં આખી સાઉથ આફ્રિકન ટીમ 189 રનમાં જ ખડકી ગઇ હતી.  ભારત તરફથી પહેલી ઇનિંગમાં ફરી એકવાર અશ્વિને 4 વિકેટ્સ લીધી હતી અને બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. આ સિવાય ઉમેશ યાદવે પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ્સ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp