રાહુલ-કુમ્બલેની જોડીનો કાયલ થયા આ ખેલાડી, કહ્યું- રાહુલ બની શકે છે ભારતનો કેપ્ટન

PC: indiatimes.com

કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલની ધમાકેદાર સદીએ સૌ કોઈને દીવાના બનાવી દીધા છે. ખાસ કરીને કોચ અનિલ કુમ્બલે અને લોકેશ રાહુલની જોડીની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનરે તો રાહુલની આ ઈનિંગ જોયા પછી તેને ભારતનો આવતો કેપ્ટન પણ બનાવી દેવાની વાત કહી છે. આવનારા દિવસોમાં રાહુલને કેપ્ટન્સી માટે તૈયાર કરી શકાય છે. ભારતના આ પૂર્વ ખેલાડીએ અનિલ કુમ્બલેની પણ ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું કે તે સર્વશ્રેષ્ઠ કોચ છે.

ભારતના પૂર્વ ખેલાડી અને ભાજપા નેતા ગૌતમ ગંભીરે કહ્યું કે, અનિલ કુમ્બલે કોચિંગના મોરચે પહેલા પણ એ સાબિત કરી ચૂક્યા છે અને હવે આઈપીએલમાં પણ તેઓ કમાલ દેખાડી રહ્યા છે. જણાવી દઇએ કે RCB સામે લોકેશ રાહુલે માત્ર 69 બોલમાં 132 રનની તોફાની ઈનિંગ રમી.

ભારતનો આવતો કેપ્ટન છે રાહુલ

મેચ પછી એક કાર્યક્રમમાં વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, ઘણીવાર કેપ્ટન્સીમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. પણ મારા ખ્યાલથી રાહુલ ખૂબ જ સારો કેપ્ટન છે. વિરાટની ઉંમર 30થી વધારે છે. રોહિત પણ 30નો આંકડો વટાવી ગયો છે. આપણે આવનારા સમયમાં યુવા પેઢીને જોવાની રહેશે. જો રાહુલને કેપ્ટનના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો તો તે સારો કેપ્ટન સાબિત થઇ શકે છે. પણ તેણે ત્રણેય ફોર્મેટમાં રમવાનું રહેશે. તે ટેસ્ટમાં રેગ્યુલર નથી.

ગૌતમ ગંભીરે અનિલ કુમ્બલેની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, લોકેશ રાહુલ અને અનિલ કુમ્બલે- IPLનું ખૂબ જ જોરદાર કોમ્બીનેશન છે. તમે કુમ્બલેનો કોચ તરીકેનો રેકોર્ડ જુઓ. તેમણે મુંબઈ માટે IPLની ટ્રોફી જીતી છે. કુમ્બલે સંભવતઃ ભારત માટેના સૌથી સફળ કોચ રહ્યા છે.

કુમ્બલેની કોચિંગમાં રાહુલ ખૂબ જ સહજ મહેસૂસ કરતા હશે. જણાવી દઇએ કે, કુમ્બલેને ગયા વર્ષે પંજાબના કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના મેન્ટરશિપમાં જ મુંબઈને IPLમાં ખિતાબી જીત હાંસલ થઇ હતી. આ ઉપરાંત અનિલ કુમ્બલે ભારત માટે પણ કોચ રહી ચૂક્યા છે. જો તમને યાદ હોય તો કોહલીનો કુમ્બલે સાથે મેળ ન બેસતા આખરે અનિલ કુમ્બલેએ ભારતીય ક્રિકેટના હેડ કોચ તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી રવિ શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp