ભારત-વિન્ડિઝની ચાલુ મેચે કૂતરો મેદાનમાં ઘૂસ્યો, મેચ રોકવી પડી, જુઓ વીડિયો

PC: youtube.com

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચેન્નાઇમાં રમાઈ રહેલી પ્રથમ વન-ડે મેચ દરમિયાન એક કૂતરો મેદાનમાં પ્રવેશ્યો હતો અને તે જોઈને બધા ચોંકી ગયા હતા.

ભારતીય ઇનિંગ દરમિયાન 26મી ઓવર દરમિયાન કૂતરો અચાનક મેદાનમાં પ્રવેશ્યો હતો. કૂતરો લાંબા સમય સુધી મેદાનમાં દોડી રહ્યો હતો. તેને પકડવા માટે ઘણા સમય સુધી ગ્રાઉન્ડ સ્ટાફને ભાગવું પડ્યું હતું. કૂતરાને કારણે મેચ પણ થોડા સમય માટે રોકી દેવી પડી હતી. કૂતરો જે સમયે ગ્રાઉન્ડ પર પ્રવેશ્યો તે સમયે શ્રેયસ ઐયર અને રિષભ પંત ક્રીઝ પર હાજર હતા.

ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને ભગાડવાના પ્રયાસમાં લાંબો સમય પસાર કર્યો હતો. થોડા સમય પછી કૂતરો પોતાની જાતે જ ગ્રાઉન્ડમાંથી નીકળી ગયો હતો. ચેપોક સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડીઝના ફીલ્ડર પણ કૂતરાને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp