BCCIના નવા અધ્યક્ષ પદે આ પૂર્વ ભારતીય કેપ્ટનની પસંદગી થવાની સંભાવના

PC: statics.sportskeeda.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પદે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની પસંદગી કરવામાં આવી શકે છે. રવિવારે મુંબઈમાં મળેલી BCCIની બેઠકમાં ગાંગુલીના નામ પર સંમતિ દર્શાવવામાં આવી છે. બેઠકમાં BCCIના નવા અધ્યક્ષ તરીકે ઘણી ચર્ચા કરવામાં આવી. ત્યાર પછી તમામ સભ્યોએ સૌરવ ગાંગુલીનું નામ સૂચવ્યું હતું.

પણ ગાંગુલીની સાથે પૂર્વ ક્રિકેટર બ્રિજેશ પટેલનું નામ પણ રેસમાં છે. ગાંગુલી કરતા તે આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ ભાજપા અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહને BCCIનાં સચિવ તરીકે નિયુક્ત કરવાની તૈયારી થઈ ગઈ છે.

હાલ ગાંગુલી કોલકાતા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. BCCIમાં અત્યારે સીકે ખન્ના કાર્યવાહક અધ્યક્ષ છે. સૌરવ ગાંગુલીના નામની BCCI દ્વારા જાહેરાત કરવામાં આવશે તો તેમનો કાર્યકાળ 10 મહિનાનો રહશે.

સૌરવ ગાંગુલીનો કરિયર ગ્રાફઃ

સૌરવ ગાંગુલીના કરિયરની વાત કરવામાં આવે તો 113 ટેસ્ટ મેચમાં 7 હજાર 212 રન બનાવ્યા છે. જ્યારે 311 વનડેમાં 11 હજાર 363 રન બનાવ્યા છે. ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે વિશ્વકપમાં ફાઈનલ મેચ સુધીની સફર કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પોતાના મોટા ભાઈના કારણે ક્રિકેટમાં આવ્યા હતા. ગાંગુલીએ ક્રિકેટ કરિયરમાં 113 ટેસ્ટ મેચમાં 7 હજાર 212 રન જ્યારે 311 વન ડેમાં 11 હજાર 353 રન બનાવ્યા હતા. ગાંગુલી હાલમાં બંગાળ ક્રિકેટ ડેલલોપમેન્ટ કમિટિના ચેરમેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp