INDvsWI1stODI: આખરે પંતનું બેટ ચાલ્યું, વિન્ડિઝને જીતવા આપ્યો આટલા રનનો ટાર્ગેટ

PC: bcci.tv

ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી મેચમાં આજે ફાઇનલી રિષભ પંતનું બેટ ચાલ્યું હતું અને તેણે ભારતને સન્માનજનક સ્કોર સુધી લઇ જવા માટે યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે આજે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે 50 ઓવરના અંતે 8 વિકેટના નુકસાને 288 રન બનાવ્યા હતા. ભારતની આ પહેલી ઇનિંગના હીરો રિષભ પંત અને શ્રેયસ ઐયર રહ્યા હતા.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની બે વિકેટ 25 રનમાં જ પડી ગઈ હતી. કે.એલ.રાહુલ 6 રન અને વિરાટ કોહલી 4 રન બનાવીને આઉટ થઇ ગયા હતા, ત્યાર બાદ 80 રને ટીમ હતી, ત્યારે રોહિત શર્મા પણ 36 રને આઉટ થઇ ગયો હતો.

પરંતુ ત્યાર બાદ રિષભ પંત અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી લીધી હતી. શ્રેયસ ઐયરે 88 બોલમાં 5 ફોર અને 1 સિક્સરની મદદથી 70 રન ફટકાર્યા હતા. જ્યારે રિષભ પંતે 69 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 71 રન ફટકાર્યા હતા.

ઐયરના આઉટ થયા બાદ કેદાર જાધવે 35 બોલમાં 40 રન ફટકાર્યા હતા. અને જાડેજાએ પણ 21 બોલમાં 21 રન ફટકાર્યા હતા. ફટકાર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કોન્ટ્રેલ, પૌલ અને જોસેફે 2-2 વિકેટ્સ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝની પહેલી વન-ડે જીતવા માટે 289 રનનો ટાર્ગેટ છે.

ભારતીય ટીમ...

વિરાટ કોહલી

રોહિત શર્મા

દીપક ચહર

શિવમ દૂબે

શ્રેયસ ઐયર

કેદાર જાધવ

રવિન્દ્ર જાડેજા

કુલદીપ યાદવ

મોહમ્મદ શામી

રિષભ પંત

કે.એલ.રાહુલ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp