સુરતમાં કોરોના પોઝિટિવ આવેલા ડિ-માર્ટમાં કામ કરતા યુવકની માતાનો રિપોર્ટ પોઝિટિવ

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે, ત્યારે સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ અમદાવાદમાં છે અને ત્યારબાદ સુરતમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. 5 એપ્રિલના રોજ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી એક મહિલા, સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ અને અડાજણ વિસ્તારમાં રહેતા એક આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો પાંડેસરા વિસ્તારમાં જે મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે મહિલા થોડા દિવસ પહેલા કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલા ડી -માર્ટ માં કામ કરતા યુવકની માતા છે.

રિપોર્ટ અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડિ-માર્ટમાં કામ કરતા 22 વર્ષીય મંગેશ નામના યુવકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના પરિવારને કવોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવારના સભ્યોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ દરમિયાન મંગેશના 40 વર્ષીય માતા સત્યભામાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ સુરતના બેગમપુરા વિસ્તારમાં જે 65 વર્ષીય વૃદ્ધ રમેશચંદ્ર રાણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ સુરતમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જેથી આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુરતની સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં 548 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ અડાજણમાં રહેતા 50 વર્ષીય અબ્દુલ વાહીદ કુરેશી નામના આજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમની પણ કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી.

ઉલ્લેખનીય છે કે, કોઈપણ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા બેગમપુરના રમેશચંદ્ર રાણાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા લોકલ ટ્રાન્સમિશનના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા બેગમપુરા વિસ્તારને માસ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. આ બાબતે બેગમપુરા વિસ્તારમાં બેનરો અને બેરીગેડ લગાવીને પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp