સુરતની APMC માર્કેટ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી

PC: fastly.net

લોકડાઉનની સ્થિતિમાં ચાર લોકોને એકઠા થવાની મનાઈ છે ત્યારે સુરતની એAPMC માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજી લેવા માટે એકઠા થઈ રહ્યા હતા, ત્યારે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા APMC માર્કેટ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ કહી શકાય કે તંત્ર દ્વારા લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરિયાણા કે, શાકભાજીની ખરીદી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે પરંતુ લોકો દ્વારા આ નિર્ણયનું પાલન કરવામાં આવતું નથી. સુરતની APMC માર્કેટમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ હોવાના કારણે કોરોના સંક્રમણનો ભય વધારે હતો. તેના કારણે જિલ્લા કલેકટરના આદેશથી APMCના સંચાલકો દ્વારા APMC માર્કેટ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તંત્ર ફરીથી APMC માર્કેટ ખોલવાનો આદેશ આપશે ત્યારે માર્કેટને ફરીથી શરૂ કરવામાં આવશે.

સુરત APMCના સંચાલકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવરા પડેલા લોકો APMCમાં ટોળે વળતા હોવાના કારણે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દ્વારા APMC માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ખેડૂતોનો જે માલ APMCમાં છે, તે રાત સુધીમાં વિતરણ થઇ જશે અને આગામી સમયમાં લોકોને કઈ રીતે શાકભાજી સહિતની વસ્તુઓ મળશે તે તંત્રએ નિર્ણય કરવાનો છે.

ઉલ્લેખનિય છે કે. સોશિયલ ટ્રાન્સમિશનના કારણે કોરોના વાયરસના કેસ સામે આવે છે ત્યારે તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા APMC અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વડવા માટે સુરતની સ્મીમેર હોસ્પિટલના મલ્ટી લેયર પાર્કિંગમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. આ આઇસોલેશન વોર્ડમાં 548 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલ ગુજરાતની પહેલી એવી હોસ્પિટલ હશે કે, જેને મલ્ટી લેયર પાર્કિંગમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp